Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પતિનો પત્ની પર હુમલો:ફોન ન ઉપાડતા મારપીટ, બચકાં ભર્યા અને ધમકી આપી

    1 day ago

    મોરબીના એસ.પી. રોડ પર આવેલા ફ્લોરા-૧૭ વિસ્તારમાં ઘરેલું ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ ફોન ન ઉપાડતા પત્ની તેની તપાસ કરવા ગઈ હતી, ત્યારે ઉશ્કેરાયેલા પતિએ પત્નીને માર માર્યો, બચકાં ભર્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં પતિએ પોતાના જ સાસુ-સસરાને પણ ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, મોરબીના એસ.પી. રોડ પર ફ્લોરા-૧૭ માં રહેતા ૩૦ વર્ષીય ક્રિષ્નાબેન આકાશભાઈ જીવાણીએ તેમના પતિ આકાશ હરજીવનભાઈ જીવાણી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પતિ આકાશે ફરિયાદીને અપશબ્દો બોલી ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેણે ફરિયાદીના ગળા અને છાતીના ભાગે બચકાં ભરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં વહેલી સવારથી વરસાદ, આજે 19 જિલ્લામાં આગાહી:2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે, મોન્સુનની ગતિ ધીમી પડી; 41.1 °C સાથે રાજકોટ સૌથી ગરમ
    Next Article
    ગાંધીનગરમાં વધુ એકવાર SMC ત્રાટકી:ડભોડાના લવારપુર તળાવ પાસેની ઝૂંપડી-ઈન્દીરા આવાસના બંધ મકાનોમાં ચાલતા દારૂના નેટવર્કનો પર્દાફાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment