Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વહેલી સવારથી વરસાદ, આજે 19 જિલ્લામાં આગાહી:2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે, મોન્સુનની ગતિ ધીમી પડી; 41.1 °C સાથે રાજકોટ સૌથી ગરમ

    1 day ago

    ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી બાદ છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાની ગતિ ધીમી પડી છે. આજે ગુજરાતના 19 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જુલાઈ મહિનાની શરૂઆતથી રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરશે. એટલે કે 1 જુલાઈએ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે 29 જૂને વહેલી સવારથી વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે ગઈકાલે 28 જૂને સાંજે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં જેસર તાલુકામાં દેપલાથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા હાઈવે સંપૂર્ણ બંધ થયો હતો. 19 જિલ્લામાં આજે વરસાદની આગાહી આજે આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ, તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓ તેમજ દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમદાવાદની વાત કરીએ તો, આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેશે. 28 જૂને અમદાવાદમાં મહતમ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું હતું. વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ વલસાડ શહેર સહિત જિલ્લામાં આજે 29 જૂને સોમવારે ધીમી ગતિએ વરસાદનું આગમન થયું હતું. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો, જેના કારણે લાંબા સમયથી ઉકળાટ અને અસહ્ય ગરમીનો સામનો કરી રહેલા લોકોને રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. વરસાદથી ખેતીકામને વેગ મળશે હવામાન વિભાગના આંકડા મુજબ, ઉમરગામ તાલુકામાં સવારે 4 થી 8 વાગ્યા દરમિયાન 46 મિલીમીટર ( બે ઈંચ ) વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો, જેના કારણે રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની શરૂઆત થતાં જ જિલ્લાના ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને ડાંગરના પાક માટે ધરું રોપવાની કામગીરી સહિત અન્ય કૃષિ પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થયો છે. ખેડૂતોના મતે, આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો ખેતી માટે વધુ અનુકૂળ સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં જિલ્લામાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આનાથી ખેડૂતોમાં આશા જાગી છે અને તેઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદની શરૂઆતથી જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને પ્રકૃતિ પણ હરિયાળી તરફ આગળ વધી રહી છે. 3 દિવસ બાદ ઘટશે મહત્તમ તાપમાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદના દિવસોમાં સમગ્ર વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં આશરે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. ગરમી અને ભેજથી અકળામણ રહેશે 28 જૂને મહતમ તાપમાનની વાત કરીએ તો રાજકોટ 41.1 ડિગ્રી સાથે ગુજરાતમાં સૌથી ગરમ રહ્યું હતું. જ્યારે ગાંધીનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહ્યો હતો. તો સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે ઉકળાટ અનુભવાશે. તેથી ગરમી અને ભેજને કારણે અકળામણ રહેવાની સંભાવના છે. આ પણ વાંચો: આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ, 6 રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ ચોમાસાએ 24 જૂન સુધીમાં દેશના 22 રાજ્યોને આવરી લીધા છે, પરંતુ છેલ્લા દિવસથી તેની ગતિ ધીમી પડી છે. તે મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં આગળ વધી શક્યું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકે છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિત 6 રાજ્યોના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે.વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારો અને સિક્કિમમાં ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ઘુનડામાં 8 ખેડૂતોના મોટર કેબલ ચોરાયા:ઢબુકિયું તળાવમાંથી 150 ફૂટ કોપર કેબલની ચોરી, પોલીસ તપાસ
    Next Article
    મોરબીમાં પતિનો પત્ની પર હુમલો:ફોન ન ઉપાડતા મારપીટ, બચકાં ભર્યા અને ધમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment