Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા અંબિકા મંદિરે જેઠ પૂનમે ભક્તોની ભીડ:વહેલી સવારે મંગળા આરતીમાં ચાચર ચોક ભક્તોથી ઉભરાયો

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે જેઠ સુદ પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. 'નાના અંબાજી' તરીકે ઓળખાતા આ મંદિરે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં હજારો માઈભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે ચાચર ચોક ભક્તિમય માહોલથી છલકાઈ ગયો હતો. વ્રતની પૂનમ હોવાથી સમગ્ર જિલ્લા તેમજ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. કમળ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી અંબિકા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી, મંદિરની પ્રદક્ષિણા કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. આ વિશેષ દિવસે સમગ્ર મંદિર પરિસર 'જય અંબે' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે માહિતી આપતા જણાવ્યું હતું કે, પૂનમના વિશેષ દિવસને ધ્યાનમાં રાખીને વહેલી સવારે 06.15 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સવારે 06.30 વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી. સવારે 11.30 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. ભક્તો આજે વહેલી સવારના 06.15 થી લઈને રાત્રિના 09.45 વાગ્યા સુધી અવિરતપણે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવી શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા પૂનમે આવતા યાત્રાળુઓની સુવિધા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જગન્નાથજીની જળયાત્રા શરૂ, સાંજે ભગવાન મોસાળમાં જશે:સૌપ્રથમ હાથી મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળ્યાં; અખાડાના કરતબ શરૂ
    Next Article
    21 વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો:વડોદરાના ગુનામાં વલસાડ LCBએ ધરમપુરથી દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment