Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગન્નાથજીની જળયાત્રા શરૂ, સાંજે ભગવાન મોસાળમાં જશે:સૌપ્રથમ હાથી મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળ્યાં; અખાડાના કરતબ શરૂ

    1 day ago

    અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે, તે પૂર્વે આજ (29 જૂન)થી વિવિધ ઉજવણીનો પ્રારંભ થશે. આજે જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથીજીની ધામધુમથી જળયાત્રા યોજાવાની છે. જમાલપુર જગન્નાથ મંદિરના પ્રાગણમાં હાથી સાથે પાલખીઓ સજાવી દેવામાં આવી છે. થોડીવારમાં ધજા-પતાકા, હાથી અખાડા અને ઢોલ નગારા સાથે ભવ્ય જળયાત્રા નીકળીને સાબરમતી નદીના ભૂદરના આરે પહોંચશે. અહીં શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભરશે. ભૂદરના આરેથી 108 કળશમાં લાવેલા પવિત્ર જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરશે. સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં (પોતાના મોસાળમાં) પહોંચશે, જ્યાં મામાના ઘરે તેમનું ભવ્ય સ્વાગત કરાશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    22 રાજ્યો સુધી પહોંચેલા મોન્સુનની ગતિ ધીમી પડી:આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ; 6 રાજ્યોમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ
    Next Article
    ખેડબ્રહ્મા અંબિકા મંદિરે જેઠ પૂનમે ભક્તોની ભીડ:વહેલી સવારે મંગળા આરતીમાં ચાચર ચોક ભક્તોથી ઉભરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment