Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો:વડોદરાના ગુનામાં વલસાડ LCBએ ધરમપુરથી દબોચ્યો

    एक दिन पहले

    વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ વડોદરા શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ચોરી અને કાવતરાના ગુનામાં છેલ્લા ૨૧ વર્ષથી ફરાર આરોપીને ધરમપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ મહમદ આરીફ ઉર્ફે ચાંદબાબુ અજગરઅલી શેખ (ઉં.વ. ૪૬) તરીકે થઈ છે. મૂળ ઉત્તર પ્રદેશનો વતની મહમદ આરીફ ઉર્ફે ચાંદબાબુ છેલ્લા ઘણા સમયથી વાપીમાં છુપાઈને રહેતો હતો. વલસાડ LCBની ટીમે ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવીને તેને પકડી પાડ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધરમપુર ખાતે વોચ ગોઠવીને આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આ આરોપી વર્ષ ૨૦૦૫ના વડોદરા શહેર ડી.સી.બી. પોલીસ મથકના ગુના (ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૨૦(બી), ૪૬૫, ૪૬૭, ૪૭૧)માં વોન્ટેડ હતો. આરોપી મહમદ આરીફ ઉર્ફે ચાંદબાબુ અજગરઅલી શેખનું હાલનું સરનામું RCF બિલ્ડીંગ નં.૩૮, રૂમ નં.૪૫૧, ચણોદ કોલોની, જી.આઇ.ડી.સી., વાપી, જી.વલસાડ છે, જ્યારે તેનું મૂળ સરનામું ગામ-ઐની, થાના-કેસરગંજ, જી.બહેરાઇચ, ઉત્તર પ્રદેશ છે. વલસાડ LCBએ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ અર્થે તેનો કબજો ધરમપુર પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ખેડબ્રહ્મા અંબિકા મંદિરે જેઠ પૂનમે ભક્તોની ભીડ:વહેલી સવારે મંગળા આરતીમાં ચાચર ચોક ભક્તોથી ઉભરાયો
    Next Article
    ગઢડા પોલીસે ચોરીની બાઇક, બે મોબાઇલ સાથે આરોપી ઝડપ્યો:તતાણા ગામનો શખ્સ HS/MCR ગુનાઓમાં સંડોવાયેલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment