Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા પોલીસે ચોરીની બાઇક, બે મોબાઇલ સાથે આરોપી ઝડપ્યો:તતાણા ગામનો શખ્સ HS/MCR ગુનાઓમાં સંડોવાયેલો

    1 day ago

    બોટાદ જિલ્લાના ગઢડા પોલીસને મિલકત સંબંધિત ગુનાઓમાં મોટી સફળતા મળી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક HS/MCR ટેવાયેલા શખ્સને ચોરી તથા છેતરપિંડીથી મેળવેલી મોટરસાઇકલ અને બે મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી શૈલેષભાઈ ઉર્ફે કાળીયો જીવરાજભાઈ ડાભી (ઉંમર 30) ગઢડા તાલુકાના તતાણા ગામનો રહેવાસી છે. તેની પાસેથી આશરે રૂ. 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં એક યામાહા સાયગ્નસ રે ZR મોટરસાઇકલ, એક OPPO A15 અને એક I tel કંપનીનો મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ પેટ્રોલ ખૂટી જવાની ખોટી વાત કરીને હાલોલ તાલુકાના આંબાતલા ગામ નજીક એક વ્યક્તિ પાસેથી મોટરસાઇકલ લઇને ફરાર થયો હતો. આ ઉપરાંત, તેણે ધંધુકા નજીક પીપળી ગામના હાઇવે પર ફોન કરવાના બહાને એક વ્યક્તિનો મોબાઇલ અને બોટાદ-ભાવનગર રોડ પર અન્ય વ્યક્તિ પાસેથી ફોન માંગીને બીજો મોબાઇલ પણ ચોરી લીધો હતો. ભાવનગર રેન્જના આઈજી અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન તથા ગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર કે. એન. ચોપરાની રાહબરીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીમાં ASI યુવરાજસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ નીતેશભાઈ ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ ગોહિલ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    21 વર્ષથી ફરાર ચોરીનો આરોપી ઝડપાયો:વડોદરાના ગુનામાં વલસાડ LCBએ ધરમપુરથી દબોચ્યો
    Next Article
    ‘Told my wife don’t have the fight left in me’: Stokes explains retirement call

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment