Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના અશ્વફાર્મના માલિકનો રાજસ્થાનમાં આપઘાત:કિંજલ પટેલ આબુ રોડથી ટ્રેન પકડી પંજાબ ઘોડા ખરીદવા જવાનો હતો, ટેક્સી ભાડે કરીને ગયો ને હોટલમાં ગળાફાંસો ખાધો

    2 days ago

    પાટણના અશ્વ ફાર્મના માલિક કિંજલ પટેલે રાજસ્થાનના આબુ રોડની તળેટીમાં આવેલી એક ખાનગી હોટલમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. શનિવારે બનેલી આ ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને કબજામાં લીધો હતો. પોલીસે ઘટના અંગે મૃતકના પરિવારને જાણ કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોર્ચ્યુરીમાં ખસેડી હતી. પાટણથી ટેક્સી ભાડે કરીને ગયો ઘટનાની જાણ થતાં જ મૃતકના મોટા ભાઈ મિતુલ પટેલ આબુ રોડ પહોંચ્યા હતા અને સદર પોલીસ સ્ટેશનમાં આ અંગેનો રિપોર્ટ નોંધાવ્યો હતો. મિતુલ પટેલે પોલીસને જણાવ્યું હતું કે, કિંજલ શુક્રવારે ઘોડા ખરીદવા માટે પંજાબ જવા નીકળ્યો હતો. તે પાટણથી ટેક્સી ભાડે કરીને આબુ રોડ પહોંચ્યો હતો. તેણે પરિવાર સાથે ફોન પર વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેણે આબુ રોડથી પંજાબ જવા માટે ટ્રેનનું રિઝર્વેશન કરાવી લીધું છે અને તે ટૂંક સમયમાં પંજાબ જવા રવાના થશે. જો કે, ટ્રેન પકડવાને બદલે તેણે હોટલમાં આ અંતિમ પગલું ભરી લીધું હતું. ઉત્તમ નશલના ઘોડા રાખતો મૃતક કિંજલ પટેલ પાટણમાં પોતાનું અશ્વ ફાર્મ ચલાવતો હતો. તે વિવિધ શોખ, લગ્નપ્રસંગો અને અન્ય કાર્યક્રમો માટે ઉત્તમ નસલના ઘોડા રાખતો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તે અવારનવાર નવા ઘોડાઓની ખરીદી કરવા માટે પંજાબ જતો હતો. આ વખતે પણ તે પંજાબ જવા નીકળ્યો હતો અને આબુ રોડ રોકાયા બાદ મહારાષ્ટ્રના અન્ય ઘોડાના વેપારીઓ પણ તેની સાથે જોડાવાના હતા. આપઘાત પાછળનું રહસ્ય ઘેરાયું મિતુલ પટેલના જણાવ્યા મુજબ, મૃતક કિંજલના પરિવારમાં તેની પત્ની, 1 માસૂમ પુત્ર અને વૃદ્ધ માતા-પિતાનો સમાવેશ થાય છે. અશ્વ ફાર્મ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા કિંજલના આ અચાનક પગલાથી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પોલીસે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મૃતદેહ વારસદારોને સોંપી દીધો છે. કિંજલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજુ અકબંધ છે, અને પોલીસ આ મામલે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વુમન્સ T20 વર્લ્ડકપ: ભારતની બીજી વિકેટ પડી:શેફાલી પછી મંધાના પણ આઉટ થઈ, હવે ટીમની મુશ્કેલી વધી; ઓસ્ટ્રેલિયા સામે સ્કોર- 134/2
    Next Article
    ડાંગના આદિવાસી યુવક હેત પટેલે NASAમાં ગુજરાતનો ડંકો વગાડ્યો:NASAની સિસ્ટમમાં સુરક્ષા ખામી શોધી Hall of Fameમાં સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment