Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુમન્સ T20 વર્લ્ડકપ: ભારતની બીજી વિકેટ પડી:શેફાલી પછી મંધાના પણ આઉટ થઈ, હવે ટીમની મુશ્કેલી વધી; ઓસ્ટ્રેલિયા સામે સ્કોર- 134/2

    2 days ago

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ લોર્ડ્સમાં રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આ મેદાન પર પહેલીવાર ભારતીય મહિલા ટીમ કોઈ T20 મેચ રમી રહી છે. ઈન્ડિયન વુમન્સ ટીમનો સ્કોર 18 ઓવરમાં 134/2 છે. ટીમ તરફથી જેમિમાહ રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌર ક્રિઝ પર છે. શેફાલી વર્માને 34 રન પર સોફી મોલિન્યૂએ બોલ્ડ કરી દીધી છે. આ સાથે જ શેફાલી અને સ્મૃતિ વચ્ચેની 66 રનની પાર્ટનરશિપ તૂટી ગઈ છે. સેમિફાઈનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ સંજોગોમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું જ પડશે. દિવસની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 4 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા લગભગ સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. બીજા સ્થાનનો નિર્ણય ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે થશે. આફ્રિકાના હવે 5 મેચમાં 8 પોઇન્ટ્સ થઈ ગયા છે. ભારતના 4 મેચમાં 6 પોઇન્ટ્સ અને +2.268ની રનરેટ છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય મૂળના જય મુન્દ્રાએ ઈન્ડિયાના ત્રણેય બેટર્સને આઉટ કર્યા:બીજી T20 ભારતની સ્થિતિ ખરાબ; સેમસન-અભિષેક-કેપ્ટન અય્યરને પેવેલિયન ભેગા કર્યા; ઈશાન રનઆઉટ થયો
    Next Article
    પાટણના અશ્વફાર્મના માલિકનો રાજસ્થાનમાં આપઘાત:કિંજલ પટેલ આબુ રોડથી ટ્રેન પકડી પંજાબ ઘોડા ખરીદવા જવાનો હતો, ટેક્સી ભાડે કરીને ગયો ને હોટલમાં ગળાફાંસો ખાધો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment