Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગના આદિવાસી યુવક હેત પટેલે NASAમાં ગુજરાતનો ડંકો વગાડ્યો:NASAની સિસ્ટમમાં સુરક્ષા ખામી શોધી Hall of Fameમાં સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો

    2 days ago

    ડાંગ જિલ્લાના વઘઈ ગામના યુવા સાયબર સુરક્ષા સંશોધક હેત દિપ્તેશ પટેલે વિશ્વવિખ્યાત અમેરિકન અવકાશ સંસ્થા NASA (National Aeronautics and Space Administration) તરફથી મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનથી સમગ્ર ડાંગ સહિત ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. વિદ્યાર્થી અવસ્થામાં જ પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ જિલ્લાના યુવાઓ માટે પ્રેરણારૂપ બની છે. NASA દ્વારા સત્તાવાર Letter of Appreciation એનાયત કરવામાં આવ્યો હેત પટેલે એક Independent Security Researcher તરીકે કાર્ય કરતાં NASAની સિસ્ટમમાં રહેલી મહત્વપૂર્ણ સુરક્ષા ખામી (Vulnerability) શોધી કાઢી હતી. ત્યારબાદ તેમણે NASAની Vulnerability Disclosure Policy (VDP) મુજબ જવાબદારીપૂર્વક આ ખામીની જાણ સંસ્થાને કરી હતી. તેમની ટેકનિકલ કુશળતા અને જવાબદાર અભિગમની કદર કરતાં NASA દ્વારા તેમને સત્તાવાર Letter of Appreciation એનાયત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેમના યોગદાનને માન્યતા આપીને NASAના પ્રતિષ્ઠિત Hall of Fameમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. બી.ટેક.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે હેત હેત પટેલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ડાંગ જિલ્લામાં પૂર્ણ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે ઉચ્ચ અભ્યાસ શરૂ કર્યો હતો. હાલમાં તે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય-BVMમાં બી.ટેક.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. અભ્યાસની સાથે તેણે સાયબર સુરક્ષા, એથિકલ હેકિંગ અને માહિતી સુરક્ષા ક્ષેત્રે વિશેષ રસ દાખવી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અગાઉ અમેરિકાની Windmill Lab કંપનીની વેબસાઇટમાં ખામી શોધી હતી ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ હેત પટેલે અમેરિકાની Windmill Lab કંપનીની વેબસાઇટમાં SQL Injection જેવી ગંભીર સુરક્ષા ખામી શોધી કાઢી હતી. તેમણે જવાબદારીપૂર્વક કંપનીને આ અંગે જાણ કરતાં તેમના યોગદાનની કદરરૂપે કંપનીએ તેમને 1,000 અમેરિકી ડોલરનું ઇનામ પણ એનાયત કર્યું હતું. ડાંગ જિલ્લો અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ ડાંગ જેવા આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં યુવાને પોતાની પ્રતિભા, મહેનત અને ટેકનિકલ કુશળતાના બળે આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ બનાવી હોવાથી સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છે. હેત પટેલની આ ઉપલબ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ વઘઈ ગામ, ડાંગ જિલ્લો અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે. વિવિધ સામાજિક, શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રના આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. હેત પટેલના પિતા દીપ્તેશભાઈએ જણાવ્યું હતું કે તેમના પુત્રની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM)ના પ્રિન્સિપાલે પણ શુભેચ્છાઓ પાઠવી છે. હેત પટેલની સફળતા રાજ્યના યુવાનો માટે એ સંદેશ આપે છે કે પ્રતિભા અને સતત મહેનત દ્વારા વૈશ્વિક મંચ પર પણ સફળતા મેળવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના અશ્વફાર્મના માલિકનો રાજસ્થાનમાં આપઘાત:કિંજલ પટેલ આબુ રોડથી ટ્રેન પકડી પંજાબ ઘોડા ખરીદવા જવાનો હતો, ટેક્સી ભાડે કરીને ગયો ને હોટલમાં ગળાફાંસો ખાધો
    Next Article
    50 kg Poison, 30,000 Pills, Iran Trips: Mumbai Accused's '15,000 Deaths' Plan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment