Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલાના સરદાર પટેલ ગાર્ડનમાં એક દિવસીય શિબિર યોજાઈ:સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા 'પ્રવચન નહીં, પ્રયોગ' થીમ પર આયોજન

    9 hours ago

    અમદાવાદના સોલા સ્થિત સરદાર પટેલ ગાર્ડનમાં સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'પ્રવચન નહીં, પ્રયોગ' થીમ પર આધારિત આ શિબિરમાં 300થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ શિબિરનો મુખ્ય હેતુ આગામી 15 માર્ચથી 20 માર્ચ, 2027 દરમિયાન યોજાનારી વિશેષ શિબિર અંગે માહિતી આપવાનો અને તેમાં જોડાવા માટે લોકોને પ્રેરિત કરવાનો હતો. સોલા, ભાગવત, ગોતા, બોડકદેવ, ઘાટલોડિયા, નિકોલ, મેમનગર, બોપલ, મોટેરા અને આંબાવાડી સેન્ટરના સભ્યોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન સન ટુ હ્યુમન ફાઉન્ડેશનના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ફાઉન્ડેશન દ્વારા દેશ-વિદેશમાં હજારો નિઃશુલ્ક શિબિરોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. શિબિર દરમિયાન આરોગ્ય, સુખાકારી અને સંતુલિત જીવનશૈલી સંબંધિત વિવિધ વિષયો પર માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત લોકોને સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક ધ્યાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા માટે વિવિધ પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી. આયોજકોના જણાવ્યા મુજબ, શિબિરમાં ભાવનાત્મક વિકાસ, માનસિક એકાગ્રતા અને વ્યક્તિગત ક્ષમતાના વિકાસ માટે પ્રયોગો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને સ્વાસ્થ્યવર્ધક નાસ્તાનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. સવારે 6:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 300થી વધુ લોકોએ હાજરી આપી હતી. ઉપસ્થિત સભ્યોએ આગામી માર્ચ 2027માં યોજાનારી વિશેષ શિબિર પ્રત્યે ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મેફેડ્રોનના જથ્થા સાથે 4 શખ્સો ઝડપાયા:રાજકોટ - અમદાવાદ હાઈવે પર SOG એ વોચ ગોઠવી માદક પદાર્થ ઘૂસાડનારાને પકડ્યા, ચારેય રીઢા ગૂનેગારો
    Next Article
    સુરેન્દ્રનગર LCBએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:ચાણપા ગામ પાસેથી બ્રેઝા કારમાંથી ₹7 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment