Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર LCBએ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:ચાણપા ગામ પાસેથી બ્રેઝા કારમાંથી ₹7 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ચાણપા ગામના તળાવની પાળ પાસેથી વિદેશી દારૂ ભરેલી એક બ્રેઝા કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં ₹7,06,172 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 276 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹2,06,172 ની કિંમતની 276 બોટલ ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ અને ₹5,00,000 ની કિંમતની બ્રેઝા ગાડીનો સમાવેશ થાય છે. કુલ ₹7,06,172 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB ના હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવીને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનામાં સંડોવાયેલી સફેદ કલરની મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા ફોર વ્હીલર ગાડી કબજે કરવામાં આવી છે અને તપાસમાં અન્ય જે કોઈ ખુલે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા, અને સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ વજાભાઇ સાનીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ બારડની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સોલાના સરદાર પટેલ ગાર્ડનમાં એક દિવસીય શિબિર યોજાઈ:સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા 'પ્રવચન નહીં, પ્રયોગ' થીમ પર આયોજન
    Next Article
    यमुना किनारे की बस्तियों पर चला बुलडोजर; 300 से ज्यादा परिवार बेघर, आंखों के सामने ढह गए आशियाने 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment