Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં ફૂડ પોઈઝનિંગ બાદ ટ્રસ્ટે રેસ્ટોરન્ટ સીલ કરી:યાત્રીઓની સુરક્ષા માટે કડક કાર્યવાહી, બેદરકારી સામે ઝીરો ટોલરન્સ

    1 day ago

    સોમનાથ યાત્રાધામમાં ફૂડ પોઈઝનિંગના બનાવ બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટે તાત્કાલિક કાર્યવાહી કરી છે. ટ્રસ્ટ હસ્તકના હાટ બજાર વિસ્તારમાં આવેલી 'શિવશક્તિ રેસ્ટોરન્ટ'ને નોટિસ પાઠવી સીલ કરવામાં આવી છે. રાજસ્થાનના જયપુરથી આવેલા એક પ્રવાસી પરિવારના બાળકોએ આ રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ શ્રી સોમનાથ ટ્રસ્ટના વહીવટી તંત્રે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતામાં ગંભીર બેદરકારી સામે આવી હતી. આથી, ટ્રસ્ટે જવાબદાર વેપારીને નોટિસ આપી દુકાન સીલ કરવાની કાર્યવાહી કરી. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું કે યાત્રિકોના આરોગ્ય સાથે કોઈપણ બેદરકારી સહન કરવામાં આવશે નહીં. આ કાર્યવાહી સાથે, ટ્રસ્ટે હાટ બજાર સહિત તેના હસ્તકના તમામ ખાન-પાનના એકમો અને ખાનગી વેપારીઓને પણ કડક ચેતવણી આપી છે. તેમને ખાદ્યપદાર્થોની શુદ્ધતા, ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું ફરજિયાત પાલન કરવા જણાવાયું છે. ભવિષ્યમાં આવી બેદરકારી સામે આવશે તો વધુ કડક વહીવટી કાર્યવાહી કરાશે. આ કાર્યવાહીથી યાત્રાધામમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને સ્વચ્છ ભોજન ઉપલબ્ધ કરાવવાની ટ્રસ્ટની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની છે.
    Click here to Read More
    Previous Article
    8 નવા ચહેરાઓ સાથે ટીમ-મેયર સજ્જ:રાજકોટ મનપાની 15 સમિતિઓના ચેરમેન 29મીએ ચાર્જ સંભાળશે, પાટીદારોનું પ્રભુત્વ; આ રહ્યું એનાલિસિસ
    Next Article
    ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજે વિદ્યાર્થીઓ, પુત્રવધૂઓનું સન્માન કર્યું:જામનગરમાં સરસ્વતી અને ગૃહલક્ષ્મી સન્માન સમારોહ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment