Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજે વિદ્યાર્થીઓ, પુત્રવધૂઓનું સન્માન કર્યું:જામનગરમાં સરસ્વતી અને ગૃહલક્ષ્મી સન્માન સમારોહ યોજાયો

    1 day ago

    જામનગરમાં ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજ દ્વારા 27 જૂન, 2026ના રોજ સાંજે સરસ્વતી સન્માન અને વિશેષ ગૃહલક્ષ્મી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુલાબનગર રોડ પાસે આવેલા ત્રિમંદિરના સાંસ્કૃતિક હોલમાં યોજાયો હતો. જ્ઞાતિની પરંપરા જળવાઈ રહે અને સંતાનોને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી સતત ત્રીજા વર્ષે તમામ ધોરણથી લઈને ઉચ્ચ ડિગ્રી સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે "સરસ્વતી સન્માન સમારોહ" યોજાયો હતો. આ વર્ષે સૌપ્રથમવાર 120થી વધુ પુત્રવધૂઓ માટે "ગૃહલક્ષ્મી સન્માન સમારોહ"નું પણ ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું. આ દ્વારા જ્ઞાતિની પુત્રવધૂઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે તમામ વિદ્યાર્થીઓને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર ગૃહલક્ષ્મીઓને મુખ્ય દાતા ગં.સ્વ. કંચનબેન પ્રતાપરાય જોશી પરિવાર તરફથી સ્મૃતિચિહ્ન આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ અવસર દરમિયાન ઉપસ્થિત અનેક લોકોએ જ્ઞાતિના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ફાળો પણ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલ્લભાઈ એન. વ્યાસ, આયોજક સમિતિના કિરીટભાઈ એલ. ઠાકર, કપિલભાઈ એમ. રાવલ, કમલેશભાઈ પી. ભટ્ટ સહિત તમામ મહિલા કાર્યકરોની જહેમતથી થયું હતું.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં ફૂડ પોઈઝનિંગ બાદ ટ્રસ્ટે રેસ્ટોરન્ટ સીલ કરી:યાત્રીઓની સુરક્ષા માટે કડક કાર્યવાહી, બેદરકારી સામે ઝીરો ટોલરન્સ
    Next Article
    રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ:પોલીસે ‘અમરેલી સુરક્ષા કવચ’ ડિજિટલ એપ લોન્ચ કરી, સ્થળ પર જ મજૂરોનું રજીસ્ટ્રેશન; સુરક્ષા વ્યવસ્થા થશે વધુ મજબૂત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment