Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 નવા ચહેરાઓ સાથે ટીમ-મેયર સજ્જ:રાજકોટ મનપાની 15 સમિતિઓના ચેરમેન 29મીએ ચાર્જ સંભાળશે, પાટીદારોનું પ્રભુત્વ; આ રહ્યું એનાલિસિસ

    1 day ago

    રાજકોટ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંકનાં એક મહિના બાદ મહાપાલિકાની વિવિધ 15 મહત્વની સમિતિઓના ચેરમેનની સત્તાવાર નિમણૂંક માટે જનરલ બોર્ડમાં તાકીદની અર્જન્ટ દરખાસ્ત લાવવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતાં જ મહાપાલિકાની આખી 'ટીમ-મેયર' હવે સંપૂર્ણ રીતે આખરી ઓપ લઈ ચૂકી છે. આ તમામ નવનિયુક્ત સમિતિઓના વડાઓ આવતીકાલે મહાપાલિકા કચેરી ખાતે વિધિવત રીતે પોતાની ચેમ્બરોમાં બેસીને ઓફિશિયલ ચાર્જ સંભાળશે. અને વહીવટી કામગીરીની કમાન પોતાના હાથમાં લેશે. આ વોર્ડમાથી બબ્બે કોર્પોરેટરોને ચેરમેન પદની લોટરી લાગી નવી સમિતિઓની સંરચનામાં રાજકીય અને ભૌગોલિક સંતુલન જાળવવાનો વિશેષ પ્રયાસ કરાયો છે. વોર્ડ વાઇઝ ગણતરી માંડીએ તો મનપાના વોર્ડ નંબર 1, 5, 13 અને 17 ને સૌથી વધુ મહત્વ આપીને ત્યાંથી બબ્બે કોર્પોરેટરોને ચેરમેન પદની લોટરી લાગી છે, જેનાથી આ વિસ્તારોનું પ્રતિનિધિત્વ અત્યંત મજબૂત બન્યું છે. આ વરણીમાં અનુભવ અને યુવા જોશનો સમન્વય જોવા મળ્યો છે, કારણ કે ગત ટર્મમાં સમિતિના વડા રહી ચૂકેલા 4 સીનિયર કોર્પોરેટરોને ફરીથી ચેરમેન પદ સોંપાયું છે. જો કે, આ ચારેય સભ્યોની જૂની સમિતિઓ બદલી નાખવામાં આવી છે. જેમાં દિલીપ લુણાગરીયા, કેતન હુમ્મર, સોનલબેન સેલારા અને કંકુબેન ઉધરેજાનો સમાવેશ થાય છે. મજબૂત દાવેદારો અને કોર્પોરેટરોને અસંતોષ ન થાય તે રીતે સમિતિઓના ચેરમેન બનાવીને એડજસ્ટ બીજી તરફ, સંગઠન દ્વારા આ વખતે પ્રથમ વખત ચૂંટણી જીતીને આવેલા 8 તદ્દન નવા જ નગરસેવકોને સીધા જ વિવિધ સમિતિઓના સુકાની બનાવી દેવામાં આવ્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ દ્વારા જૂના 21 કોર્પોરેટરોને જ રિપીટ કરાયા હતા અને 43 જેટલા કોર્પોરેટરોની ટિકિટ કાપવામાં આવી હતી. આથી મેયર પદ માટે ચર્ચામાં રહેલા મજબૂત દાવેદારો અને કોર્પોરેટરોને અસંતોષ ન થાય તે રીતે આ સમિતિઓના ચેરમેન બનાવીને યોગ્ય રીતે એડજસ્ટ કરવામાં આવ્યા છે. મેયર ડો. નેહલ શુક્લની ટીમમાં ટિકિટ વિતરણથી લઈને મેયર પદ સુધી જે રીતે બેલેન્સ જોવા મળ્યું હતું, તેવું જ સચોટ બેલેન્સ આ 15 સમિતિઓમાં પણ જાળવી રાખવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાતનું વિરોધાભાસી ચિત્ર: PHD, ડૉક્ટર અને વકીલો સાથે નોન-મેટ્રિક પણ સામેલ આ સમિતિના ચેરમેનોની શૈક્ષણિક પ્રોફાઇલ પર નજર કરીએ તો તેમાં ભારે વિરોધાભાસ અને વિવિધતા જોવા મળી રહી છે. નવી ટીમમાં 1 PHD ડિગ્રીધારક, 1 પ્રોફેશનલ ડૉક્ટર અને 3 કાયદાના નિષ્ણાત એટલે કે વકીલો (LLB) સામેલ છે, તો બીજી તરફ ભારે આશ્ચર્ય વચ્ચે 7 ચેરમેન એવા છે જેઓ નોન-મેટ્રિક છે અથવા તો હાઈસ્કૂલ પણ પાસ કરી શક્યા નથી. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ચેરમેન: પાટીદારોનું પ્રભુત્વ, ક્ષત્રિય-બ્રાહ્મણોને પણ સ્થાન નવી સમિતિઓની રચના પાછળ ભાજપનું પરંપરાગત સોશિયલ એન્જિનિયરિંગ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. રાજકોટના સ્થાનિક રાજકારણમાં જ્ઞાતિના સમીકરણો ખૂબ મોટો ભાગ ભજવતા હોવાથી, 15 સમિતિઓમાં સૌથી વધુ સિંહફાળો પાટીદાર જ્ઞાતિને મળ્યો છે. ભાજપે સૌથી વધુ અડધો ડઝન એટલે કે 6 સમિતિઓના વડા તરીકે પાટીદાર ચહેરાઓને સ્થાન આપ્યું છે, જેમાં કડવા પટેલ અને લેઉવા પટેલ બંને જ્ઞાતિનું સંતુલન જાળવી લેવાયું છે. આ ઉપરાંત રાજપૂત અને ક્ષત્રિય મતોને ધ્યાને રાખીને 3 ક્ષત્રિય કોર્પોરેટરોને ચેરમેન પદની ભેટ મળી છે. જ્યારે જનરલ સીટો અને બૌદ્ધિક વર્ગના પ્રતિનિધિત્વ તરીકે 2 બ્રાહ્મણ કોર્પોરેટરોને મહત્વની સમિતિઓ સોંપાઈ છે. બાકી રહેતી સમિતિઓમાં પછાત અને અન્ય સમાજને સાચવવા માટે પ્રજાપતિ, વાણંદ, કારડીયા રાજપૂત અને કોળી સમાજના એક-એક પ્રતિનિધિ નગરસેવકને ચેરમેન બનાવી જ્ઞાતિવાદનું સચોટ સંતુલન સાધવામાં આવ્યું છે. આખી ટીમમાં સૌથી યુવા લોહી અને આકર્ષણનું કેન્દ્ર 27 વર્ષના મોહિતસિંહ જાડેજા જો ઉંમરની દ્રષ્ટિએ વાત કરીએ તો, આખી ટીમમાં સૌથી યુવા લોહી અને આકર્ષણનું કેન્દ્ર 27 વર્ષના મોહિતસિંહ જાડેજા છે, જેઓ BBA ની શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને સૌથી નાની ઉંમરે લાઈમલાઈટમાં આવીને માર્કેટ સમિતિનો મહત્વનો ચાર્જ સંભાળશે. જ્યારે વહીવટી અને ઉંમરની દ્રષ્ટિએ સૌથી સિનિયર 56 વર્ષના મનીષ ભટ્ટ છે, જેઓ સમાજ કલ્યાણ સમિતિના વડા તરીકે આવતીકાલથી પોતાની ઇનિંગ શરૂ કરશે. આવતીકાલે મનપા કચેરી ખાતે આ તમામ ચેરમેનો સત્તાવાર રીતે પદગ્રહણ કરી આગામી અઢી વર્ષ માટે રાજકોટ શહેરના આંતરમાળખાકીય અને લોકહિતના વિકાસ કાર્યોની ફાઈલો પર સહી-સિક્કા કરવાનું શરૂ કરી દેશે.
    Click here to Read More
    Previous Article
    'ડોનાલ્ડ ટ્રમ્પે' આલિયા-સમયની બોલતી બંધ કરાવી!:સેટ નોકરી છોડી, 14 વર્ષના વનવાસ બાદ મળી ઓળખ; 'લેટેન્ટ' ટેલેન્ટ અવિનાશ અગ્રવાલની કહાની
    Next Article
    સોમનાથમાં ફૂડ પોઈઝનિંગ બાદ ટ્રસ્ટે રેસ્ટોરન્ટ સીલ કરી:યાત્રીઓની સુરક્ષા માટે કડક કાર્યવાહી, બેદરકારી સામે ઝીરો ટોલરન્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment