Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરી તેના જ ઘરમાં ચોરી કરવા મજબૂર કરી:રૂ. 14 લાખના દાગીના ચોરી બોયફ્રેન્ડને આપ્યા, લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું

    1 day ago

    અમદાવાદમાં રહેતી અને ખાનગી યુનિવર્સિટીમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી પર તેના બોયફ્રેન્ડે વારંવાર દુષ્કર્મ આચરી પૈસા માટે ઘરમાં જ ચોરી કરવા મજબૂર કરી. બોયફ્રેન્ડ પાસે ગર્લફ્રેન્ડ સાથેની અંગતપળના ફોટો-વીડિયો હોય વાઈરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરવામાં આવી. યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પીડિતા અને આરોપીની ડિસેમ્બર 2025માં મુલાકાત થઈ હતી અમદાવાદના નિકોલમાં રહેતી અને ખાનગી યુનિવર્સિટીમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતી ડિસેમ્બર 2025માં સાથે જ અભ્યાસ કરતા અમરાઈવાડીના હાર્દિક પંચાલ સાથે મુલાકાત થઈ. મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. લગ્નની લાલચ આપી હાર્દિક અવારનવાર યુવતીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. જેના ફોટો-વીડિયો બનાવી પોતાની પાસે રાખી લીધા. પિતાને ધંધામાં નુકસાન જતા ગર્લફ્રેન્ડ પાસે મદદ માગી હાર્દિકના પિતાને ટેક્સટાઈલના ધંધામાં નુકસાન જતા હાર્દિક પંચાલે તેની ગર્લફ્રેન્ડને મદદ કરવાનું કહ્યું. ગર્લફ્રેન્ડે મદદ કરવાનો ઈન્કાર કર્યો તો હાર્દિકે પોતાની પાસે રહેલા અશ્લીલ ફોટો અને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી. જેથી યુવતીએ મજબૂર થઈ પોતાના ઘરના લોકરમાં રાખેલા માતાપિતા અને બહેનના રાખેલા રૂ.14.39 લાખના દાગીના ચોરીને હાર્દિકને આપી દીધા. હાર્દિક અને યુવતી બંને સાથે જ અલગ અલગ જ્વેલર્સને ત્યાં દાગીના વેચવા માગે ગયા. યુવતીએ જ્યારે દાગીના પરત માગ્યા તો હાર્દિકે કહ્યું કે, આવી જ ડિઝાઈનવાળા દાગીના બનાવી આપીશ. યુવતીની બહેનને સાસરીમાં જવું હોય લોકર ખોલતા દાગીના ન મળ્યા પીડિત યુવતીની બહેનને તેની સાસરીમાં જવું હોય દાગીના કાઢવા માટે લોકર ખોલ્યું તો દાગીના ગાયબ હતા. માતાપિતા અને બહેન દ્વારા યુવતીની પૂછપરછ કરતા તેને સમગ્ર હકીકત જણાવી. જેથી યુવતીના માતાપિતા હાર્દિકના માતાપિતાને મળ્યા પણ જવાબ ન મળ્યો. હાર્દિકે તો સ્પષ્ટ કહી દીધું કે, જે થાય તે કરી લો દાગીના આપવાનો નથી. અંતે યુવતી દ્વારા હાર્દિક સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ સમાચાર પણ વાંચોઃ ભૂત ભગાડવા બોલાવેલા ભુવાએ 15 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતા એક પરિવારે દીકરીની બીમારી દૂર કરવા ભુવાનો સંપર્ક કરતા ભુવાએ વિધિના નામે દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક વર્ષ પહેલા સગીરા બીમાર પડતા પરિવારે ભુવાનો સંપર્ક કર્યો. ભુવાએ ભૂતનો વળગાડ હોવાનું કહી દૂર કરવા માટે વિધિ કરવાનું કહ્યું. ભુવો સગીરાના ઘર પર જ વિધિ માટે આવ્યો અને માતાપિતાને રૂમની બહાર મોકલી સગીરા પર રૂમમાં દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ પણ ભુવાએ બે થી ત્રણ વાર પોતાના ઘરે વિધિના નામે સગીરાને બોલાવી દુષ્કર્મ આચર્યું. (સંપર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ચિત્ર સ્પર્ધામાં 200 બાળકોએ ભાગ લીધો:સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પાટણ પોલીસે આયોજન કર્યું
    Next Article
    BJP leader's ruckus at Keshod police station | કેશોદ પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીની બબાલ | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment