Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો:રાજ્યસભા સાંસદ અને જિલ્લા પ્રભારી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા

    11 hours ago

    સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહજી ચૌહાણે સંગઠનના કાર્યકર્તાઓને બૂથ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રશિક્ષણ વર્ગમાં રાજ્યસભાના સાંસદ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી રાજેશભાઈ શુક્લ, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોષી, મેયર રાકેશભાઈ રાઠોડ, શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખીલભાઈ ચાંપાનેરી સહિતના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં હિટ એન્ડ રનના ભયાનક CCTV:બાઈક ચાલકનું મોત, કારની ટક્કરે યુવાનો હવામાં ઊછળ્યા; કાર ચાલક પાસે લાયસન્સ ન હોવાનો ખુલાસો
    Next Article
    કેનાલની ડેવલપમેન્ટની કામગીરી સામે સવાલ ઉઠ્યા:સોનીની ચાલીથી વસ્ત્રાલ સુધી કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment