Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેનાલની ડેવલપમેન્ટની કામગીરી સામે સવાલ ઉઠ્યા:સોનીની ચાલીથી વસ્ત્રાલ સુધી કેનાલ રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ

    19 hours ago

    શહેરના સોનીની ચાલી પાસે આવેલા રાજેન્દ્ર પાર્ક કેનાલથી વસ્ત્રાલ સુધી કેનાલ પર બનાવવામાં આવેલા રોડ પર સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં હોવાને કારણે રાત્રિના સમયે સમગ્ર માર્ગ પર અંધારપટ્ટ છવાઈ જાય છે. જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેનાલ રોડ પર દરરોજ મોટી સંખ્યામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની અવરજવર રહે છે. પરંતુ સ્ટ્રીટલાઇટો બંધ હોવાથી રાત્રિના સમયે માર્ગ પર અંધારું રહે છે. પરિણામે અકસ્માતનો ભય સતત રહે છે. ખાસ કરીને મોડીરાત્રે નોકરી પરથી પરત ફરતા લોકો અને વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહી છે. રહેવાસીઓનું કહેવું છે કે અનેક વખત સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી. અંધારાના કારણે માર્ગ પર ખાડા, અવરોધો કે દેખાતા ન હોવાથી વાહનચાલકોને જોખમ વચ્ચે વાહન ચલાવવું પડે છે. સ્થાનિકોમાં પણ અસુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. રાત્રિના સમયે અંધારાના કારણે અસામાજિક તત્વોની અવરજવર વધવાની પણ ભીતિ છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો:રાજ્યસભા સાંસદ અને જિલ્લા પ્રભારી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા
    Next Article
    Police search Ayodhya homes of 8 Ram temple theft accused before court hearing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment