Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારની એસઓપી મુજબ એજન્સી દ્વારા તપાસ હાથ ધરાઈ:રાજકોટમાં બ્રિજના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરાશે

    1 day ago

    અમદાવાદ, મોરબી સહિતની બ્રિજ દુર્ઘટનાઓ બાદ સરકાર દ્વારા તમામ બ્રિજને લગતી નવી એસઓેપી બનાવી નિયમોની કડક અમલવારી કરવાના આદેશ જારી કર્યા હતા. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તમામ ઓવરબ્રિજ અને અંડરબ્રિજની ચોમાસા બાદ અને પહેલાની સ્થિતિ જાણવા એજન્સી દ્વારા તમામ બ્રિજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના પરિબળોની તપાસ કરી બ્રિજની સ્થિતિ અંગેનો અહેવાલ મહાનગરપાલિકાને આપશે જેના આધારે મનપા દ્વારા જરૂરિયાત મુજબ રિપેરિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રાજ્યમાં બ્રિજો તૂટવાની ઘટનાઓ વધવા લાગી છે. અમદાવાદ,મોરબી સહિતની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ અંડરબ્રિજ અને ઓવરબ્રિજની દેખરેખ તેમજ ચકાસણી અને રિપેરિંગ સહિતના નવા નિયમો તૈયાર કરી એસઓપી જાહેર કરવામાં આવી છે. જેની અમલવારી તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામપંચાયત અને માર્ગ મકાન વિભાગને કરવાની રહે છે. તંત્રના જણાવ્યા મુજબ સરકારની એસઓપી પહેલા પણ પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન તમામ અંડરબ્રિજ અને ઓવરબ્રિજ તથા નાળાઓની ચકાસણી કરવામાં આવતી હતી, પરંતુ એસઓપીમાં નવો નિયમ અમલમાં આવ્યો છે. જે મુજબ હવે ચોમાસા બાદ પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત અગાઉ ચકાસણી થયેલા તમામ બ્રિજની ફરીવાર ચકાસણી કરવામાં આવશે અને એજન્સીના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. મોટામવા સહિતના ત્રણ પૂલ તપાસમાં ખામીયુક્ત હતા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઓવરબ્રિજ અને અંડરબ્રિજની ચકાસણી કરવાની તૈયારી આરંભી છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સરકારના આદેશ બાદ તે સમયે તમામ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં મોટામવા તથા રામધણ પાસેના નાના પુલિયા અને જામનગર રોડ ઉપર સાંઢિયા પુલ ખામીયુક્ત જણાયા જેથી તંત્ર દ્વારા રામધણ અને મોટામવાના બંને પુલની મરમ્મત કરેલ અને જર્જરિત થયેલ સાંઢિયા પુલ તોડી પાડી તેના સ્થાને હાલ નવો ફોરલેન બ્રિજ બનાવવામાં આવ્યો છે.આથી આ વખતે રિપોર્ટ આવ્યા બાદ કયા બ્રિજમાં ખામી છે તે જાણવા મળશે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:જામનગરના ખીમરાણામાં રૂપારેલ નદીમાંથી ગેરકાયદે રેતીચોરી ઝડપાઈ: રૂપિયા 1.02 કરોડનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા માથાકૂટ કરી‎:સોમનાથ ટાઉનશીપમાં દારૂડિયા સસરા, સાળાએ જમાઈ-પુત્રી પર હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment