Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:જામનગરના ખીમરાણામાં રૂપારેલ નદીમાંથી ગેરકાયદે રેતીચોરી ઝડપાઈ: રૂપિયા 1.02 કરોડનો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    જામનગર જિલ્લામાં સરકારી અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા તત્ત્વો સામે રાજકોટ રેન્જ પોલીસે ધોંસ બોલાવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ખનિજચોરી અટકાવવા આપેલા આદેશ અન્વયે રાજકોટ રેન્જની ટીમે ખીમરાણા ગામની રૂપારેલ નદીમાં થતી ગેરકાયદે ખનિજચોરીની કાર્યવાહી પર દરોડો પાડી રૂ.1.02 કરોડના મુદ્દામાલ સાથે 7 શખ્સને ઝડપી લીધા હતા. રેન્જ આઇજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખીમરાણા ગામની સીમમાંથી પસાર થતી રૂપારેલ નદીમાં મોટા પાયે રેતીચોરી ચાલી રહી છે. આ હકીકતના આધારે રેન્જ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. જ્યાં સ્થાનિક આસામી દયાળજીભાઈ માંડવિયા દ્વારા ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી કિંમતી રેતીનું ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રેતી ચોરીના સ્થળેથી ગેરકાયદે ખનન અને વહન કરી રહેલા વાહનો કબજે કરી કુલ રૂ.1,02,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી અને દંડનાત્મક પગલાં લેવા માટે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ તેમજ પંચકોશી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી મુદ્દામાલ સાથે આગળની તપાસ સોંપી દીધી છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખનિજચોરીમાં પકડાયેલા વાહનો અને શખ્સોના નામ
    Click here to Read More
    Previous Article
    વરસાદે સ્માર્ટ સિસ્ટમની પોલ ખોલી:કરોડોનો ટેક્સ છતાં શાપર-વેરાવળમાં પ્રિ-મોન્સૂન પ્લાનિંગ ફેલ
    Next Article
    સરકારની એસઓપી મુજબ એજન્સી દ્વારા તપાસ હાથ ધરાઈ:રાજકોટમાં બ્રિજના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment