Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા માથાકૂટ કરી‎:સોમનાથ ટાઉનશીપમાં દારૂડિયા સસરા, સાળાએ જમાઈ-પુત્રી પર હુમલો કર્યો

    1 day ago

    શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ ટાઉનશીપમાં દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા સસરા અને સાળાએ ભેગા મળીને પુત્રી અને જમાઈ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. સોમનાથ ટાઉનશીપમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા વિજયભાઈ કેશવભાઈ ગોંડલીયાની ફરિયાદ અનુસાર તેના સસરા રવીદાસ નથુરામ પરબીયા અને સાળો સતીશ રવીદાસ પરબીયા બંને દારૂ પીવાની કુટેવ ધરાવે છે. તા. 26 જૂનના રોજ સવારના બંને જણા વિજયભાઈના ઘરે આવ્યા હતા અને તેની પત્ની મનીષા પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા. મનીષાએ પૈસા આપવાની ના પાડતા પિતા, પુત્ર જતા રહ્યા હતા. ત્યારબાદ સાંજના 6 વાગ્યે બંને પિતા-પુત્ર ફરીથી કુહાડી સાથે વિજયભાઈના ઘરમાં ધસી આવ્યા હતા. ​ઘરમાં ઘૂસીને બંનેએ ગાળો ભાંડી ''''જો વાપરવાના પૈસા નહીં આપો તો કુહાડી મારીને પતાવી દઈશું'''' તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સતીશે તેના હાથમાં રહેલી સ્ટીલની કુહાડી વડે વિજયભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિજયભાઈ ખસી જતાં કુહાડી ઘરના ડેલા પર વાગી હતી. આ દરમિયાન પત્ની મનીષા વચ્ચે પડતાં તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્ત દંપતીએ તુરંત 112 નંબર પર ફોન કરતાં પોલીસ આવવાની બીકે બંને નાસી ગયા હતા. પોલીસે બનાવ અંગે વિજય ગોંડલીયાની ફરિયાદ લઇ તેમના સસરા તથા સાળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સરકારની એસઓપી મુજબ એજન્સી દ્વારા તપાસ હાથ ધરાઈ:રાજકોટમાં બ્રિજના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કરાશે
    Next Article
    Footballer's Toddler Rescued Alive After Mother Sacrifices Life In Earthquake

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment