Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ. વી. કોલેજમાં 'વર્ક એથિક્સ' પર સત્ર યોજાયું:તાલીમાર્થીઓને વ્યવસાયિક મૂલ્યોનું મહત્વ સમજાવવામાં આવ્યું

    13 hours ago

    એસ. વી. સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે આજરોજ બી.એડ.ના તાલીમાર્થીઓ માટે 'વર્ક એથિક્સ' વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્ર સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત કોલેજ દ્વારા સોફ્ટ સ્કિલ અંતર્ગત યોજાયું હતું. આ કાર્યક્રમમાં શ્રી સી. એચ. શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન, સુરેન્દ્રનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. દુષ્યંત અલ્ગોતર રિસોર્સ પર્સન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વ્યવસાયિક જીવનમાં પ્રામાણિકતા, જવાબદારી, સમયપાલન, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, ટીમવર્ક, વ્યવસાયિક નૈતિકતા અને સકારાત્મક કાર્યસંસ્કૃતિ જેવા મૂલ્યોનું મહત્વ સમજાવ્યું. ડો. અલ્ગોતરે જણાવ્યું કે, "જ્ઞાન વ્યક્તિને સફળ બનાવે છે, પરંતુ નૈતિકતા તેને શ્રેષ્ઠ બનાવે છે." આ વિચારને કેન્દ્રમાં રાખીને, તેમણે તાલીમાર્થીઓને માત્ર સારા શિક્ષક જ નહીં, પરંતુ મૂલ્યનિષ્ઠ અને જવાબદાર વ્યાવસાયિક બનવા માટે પ્રેરિત કર્યા. સત્ર દરમિયાન સંવાદાત્મક ચર્ચા, જીવન સાથે જોડાયેલા પ્રસંગો અને પ્રેરણાદાયી ઉદાહરણો દ્વારા તાલીમાર્થીઓને વ્યવસાયિક મૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત્ કરવાની પ્રેરણા આપવામાં આવી. તાલીમાર્થીઓએ સમગ્ર સત્રમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમાર્થીઓએ આ કાર્યક્રમને જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી તેમજ ભાવિ કારકિર્દી માટે અત્યંત ઉપયોગી ગણાવ્યો હતો. આ કાર્યક્રમનું સફળ આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડો. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ ડો. તેજસ એ. ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    LJ MBA વિદ્યાર્થીઓ માટે 'હોરાઇઝન 2026' ઓરિએન્ટેશન:ઉદ્યોગ નિષ્ણાતો અને લેખક ડો. મલિકે માર્ગદર્શન આપ્યું
    Next Article
    મેઉ શાળામાં ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ ઉજવાયો:IAS જે. રંજીથ કુમારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment