Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    LJ MBA વિદ્યાર્થીઓ માટે 'હોરાઇઝન 2026' ઓરિએન્ટેશન:ઉદ્યોગ નિષ્ણાતો અને લેખક ડો. મલિકે માર્ગદર્શન આપ્યું

    12 hours ago

    એલજે ઇન્ટિગ્રેટેડ એમબીએ 5-વર્ષીય કાર્યક્રમ હેઠળ 22 થી 24 જૂન, 2026 દરમિયાન ત્રણ દિવસીય એમબીએ ઓરિએન્ટેશન કાર્યક્રમ "હોરાઇઝન 2026"નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્નાતક અભ્યાસ પૂર્ણ કરીને એમબીએના આગામી તબક્કામાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને એમબીએ અભ્યાસક્રમની રચના, શૈક્ષણિક અપેક્ષાઓ, વિવિધ સ્પેશિયલાઇઝેશન, સંશોધનની તકો અને અનુભવ આધારિત શિક્ષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. આ સત્રનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આગામી બે વર્ષના મેનેજમેન્ટ અભ્યાસ માટે સુસજ્જ કરવાનો હતો. બીજા દિવસનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને વિવિધ સ્પેશિયલાઇઝેશન વિશે સમજણ આપીને કારકિર્દી માટે યોગ્ય પસંદગી કરવામાં મદદ કરવાનો હતો. આ દિવસે જાણીતા લેખક ડૉ. અનુરાગ મલિકે "લીડિંગ યોરસેલ્ફ ફર્સ્ટ: ડિસ્કવર યોર સ્વરાજ" વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમની પ્રસિદ્ધ કૃતિ 'સ્વરાજ'ના લેખક ડૉ. મલિકે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સાચું નેતૃત્વ પોતાની જાતને ઓળખવાથી, જીવનમાં સ્પષ્ટ હેતુ નક્કી કરવાથી અને સમાજ દ્વારા નિર્ધારિત માપદંડોને બદલે પોતાનો માર્ગ પસંદ કરવાથી શરૂ થાય છે. તેમના વિચારોએ વિદ્યાર્થીઓને પોતાના મૂલ્યો, સપનાઓ અને નેતૃત્વ ક્ષમતાઓ પર આત્મચિંતન કરવા પ્રેરિત કર્યા. કાર્યક્રમના ત્રીજા અને અંતિમ દિવસે ગુજરાત ઝોનલ ડિસ્ટ્રિબ્યુશન મેનેજર શ્રી ધ્રુપદ ગોસ્વામીએ "ઇન્ફ્લુઅન્સ, પર્સ્યુએશન અને નેગોશિયેશન" વિષય પર માહિતીસભર વ્યાખ્યાન આપ્યું. તેમણે વ્યવહારુ ઉદાહરણો અને ઉદ્યોગજગતના અનુભવો દ્વારા સમજાવ્યું કે અસરકારક સંવાદ, મજબૂત સંબંધોનું નિર્માણ અને વાટાઘાટ કરવાની કળા આજના વ્યાવસાયિક જીવનમાં દરેક ક્ષેત્ર માટે અત્યંત આવશ્યક છે. "હોરાઇઝન 2026" કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સાથે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસનું સુભગ સંકલન જોવા મળ્યું. આ કાર્યક્રમે એલજે ઇન્ટિગ્રેટેડ એમબીએ 5-વર્ષીય કાર્યક્રમની ભવિષ્યલક્ષી, કુશળ અને નેતૃત્વક્ષમ મેનેજર્સ તૈયાર કરવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી.
    Click here to Read More
    Previous Article
    ગુરુકુલ સરદાનગરમાં 'વેસ્ટમાંથી બેસ્ટ' સ્પર્ધા:વિદ્યાર્થીઓએ નકામી વસ્તુઓમાંથી આકર્ષક બર્થ ડે કાર્ડ બનાવ્યા
    Next Article
    એસ. વી. કોલેજમાં 'વર્ક એથિક્સ' પર સત્ર યોજાયું:તાલીમાર્થીઓને વ્યવસાયિક મૂલ્યોનું મહત્વ સમજાવવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment