Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલી:પોસ્ટર અને બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, મંજૂરી વિના રેલી યોજવા બદલ કાર્યકરોની અટકાયત

    1 day ago

    ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજાના ચુકાદા બાદ રાજ્યભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ ચુકાદાના વિરોધમાં આમ આદમી પાર્ટી અને આદિવાસી સંગઠનો દ્વારા સમર્થન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે શનિવારે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં 'સમર્થન માર્ચ'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ, આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિવિધ સંગઠનોના આગેવાનો પોસ્ટર અને બેનરો સાથે રેલવે સ્ટેશન સર્કલ ખાતે એકત્ર થયા હતા. માર્ચ શરૂ કરતા પહેલા ઉપસ્થિત લોકોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ ચૈતર વસાવાના સમર્થનમાં અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આયોજકો દ્વારા કાર્યક્રમ માટે અગાઉથી પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે માર્ચ આગળ વધે તે પહેલાં જ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને એ-ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમને લઈને ભરૂચમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આમ આદમી પાર્ટીના આગેવાનો અને સમર્થકોએ સજાના ચુકાદાને અન્યાયપૂર્ણ ગણાવી લોકશાહી ઢબે વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે, સમગ્ર કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુરમાં પંડિત દીનદયાળ પ્રશિક્ષણ વર્ગ શરૂ:ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વૈચારિક અધિષ્ઠાન પર માર્ગદર્શન
    Next Article
    ચક્કર આવતા અગાશી પરથી પટકાયેલા યુવકનું મોત:ઇમિટેશનના કામમાં મંદી છે, બીજુ કોઈ કામ કરી લેવા માતાએ કહેતા પુત્રએ ફિનાઈલ પીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment