Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરમાં પંડિત દીનદયાળ પ્રશિક્ષણ વર્ગ શરૂ:ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વૈચારિક અધિષ્ઠાન પર માર્ગદર્શન

    1 day ago

    સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત 19-સિદ્ધપુર મંડળ પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં વક્તા રમેશ સિંધવ દ્વારા 'વૈચારિક અધિષ્ઠાન' વિષય પર માર્ગદર્શન અપાયું હતું. વક્તા રમેશ સિંધવે 'વૈચારિક અધિષ્ઠાન' વિષય પર વિશેષ વક્તવ્ય આપ્યું હતું. તેમણે ઉપસ્થિત કાર્યકર્તાઓને સંગઠનની મૂળ વિચારધારા, આગામી કાર્યપદ્ધતિ અને રાષ્ટ્રસેવાના વિવિધ મૂલ્યો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને વધુ સશક્ત બનાવી અંતિમ વ્યક્તિ સુધી સેવા અને વિકાસના સંકલ્પને પહોંચાડવાનો છે. આ પ્રશિક્ષણ સત્રમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક બાબતો અંગે સીધો સંવાદ કર્યો હતો. પ્રશિક્ષણ વર્ગના શુભારંભ પ્રસંગે જિલ્લા પ્રભારી સત્યેન્દ્ર ફૂલબાકર, જિલ્લા મહામંત્રી સંજય પટેલ, બાબુજી ઠાકોર, લાલજી દેસાઈ, નિલેશ રાજગોર, દિલીપ જોશી, મિલન પટેલ અને કિશન દેસાઈ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ રણજીતભાઈ, મિહિરભાઈ, કૌશલ જોશી, જસુભાઈ પટેલ અને વિષ્ણુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આમધા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ:ઉપસચિવ ધર્મેશ પરીખની હાજરીમાં 'પ્રગતિનો પ્રવેશોત્સવ' થીમ હેઠળ કાર્યક્રમ
    Next Article
    ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલી:પોસ્ટર અને બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, મંજૂરી વિના રેલી યોજવા બદલ કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment