Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમધા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ:ઉપસચિવ ધર્મેશ પરીખની હાજરીમાં 'પ્રગતિનો પ્રવેશોત્સવ' થીમ હેઠળ કાર્યક્રમ

    1 day ago

    વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના આમધા ગામની પ્રાથમિક શાળામાં "પ્રગતિનો પ્રવેશોત્સવ" થીમ હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ ધર્મેશ પરીખ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8 માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરીને અને શૈક્ષણિક કિટ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મેશ પરીખે પોતાના સંબોધનમાં શિક્ષણ અને શિસ્તના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુણવત્તાસભર શિક્ષણ અને સંસ્કાર દ્વારા જ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકાય છે. તેમણે વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અને તેમના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો, આમધા ગામના સરપંચ, એસએમસીના સભ્યો, ગ્રામજનો, વાલીઓ તેમજ શાળા પરિવાર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં વરસાદની ધડબડાટી, 25 જિલ્લામાં આગાહી:1 જૂલાઈએ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હજુ પણ 54 તાલુકા કોરા ધાકોડ; અમદાવાદમાં ગરમી
    Next Article
    સિદ્ધપુરમાં પંડિત દીનદયાળ પ્રશિક્ષણ વર્ગ શરૂ:ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વૈચારિક અધિષ્ઠાન પર માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment