Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં વરસાદની ધડબડાટી, 25 જિલ્લામાં આગાહી:1 જૂલાઈએ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હજુ પણ 54 તાલુકા કોરા ધાકોડ; અમદાવાદમાં ગરમી

    1 day ago

    સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જૂન મહિનો પૂરો થવા આવ્યો છતાં વરસાદ ન આવતા ખેડૂતોમાં નિરાશા હતી, પરંતુ આજે અચાનક બપોર બાદ પોશીના તાલુકાના લાંબડીયા ખાતે વરસાદ ચાલુ થતા આ વિસ્તારના વનવાસી ખેડૂતો અને વિસ્તારની તમામ પ્રજામાં આનંદ વ્યાપેલ છે. બીજી તરફ અતિશય ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે. હજુ પણ ગુજરાતના ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ગુજરાતમાં આજે 27 જૂન રાજ્યના 25 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 જૂલાઈએ વાવાઝોડા અને તેજ પવનો સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એકતરફ રાજ્યના 54 તાલુકાઓ હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે, તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં અસહ્ય ગરમી અને બફારાનો માહોલ યથાવત્ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે આગામી 3-5 દિવસોમાં મેઘરાજા ધમાકેદાર જમાવટ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રમાં છૂટાછવાયા વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છમાં વાતાવરણ સૂકું રહ્યું હતું. રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદામાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેથી સાગબારા દેડિયાપાડાના જંગલ વિસ્તારની નદીઓમાં પૂર આવ્યું હતું. 1 જુલાઈએ વાવાઝોડાની ચેતવણી, ત્યારબાદ વરસાદ જમાવટ કરશે આગામી સાત દિવસ માટે ગુજરાત રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના સ્થળોએ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 1 જુલાઈના રોજ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાક આસપાસ રહી શકે છે. આ ઉપરાંત 2 અને 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 3થી 4 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના માછીમારો માટે 1 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે ચેતવણી આપવામાં આવી છે, જ્યાં પવનની ગતિ 40થી 50 કિમી અને વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આગામી 3થી 4 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવાની સંભાવના છે. કારણ કે હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ હજુ યથાવત છે. ચોમાસાની એન્ટ્રી બાદ પણ 54 તાલુકામાં હજુ વરસાદ નોંધાયો જ નથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી તો 4 દિવસ પહેલા 24 જૂને થઈ ચૂકી છે. પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. એટલે કે આજે 27 જૂન સુધીમાં રાજ્યના 54 તાલુકા એવા છે કે જ્યાં હજુ વરસાદ નોંધાયો જ નથી. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 177 તાલુકા એવા છે કે જ્યાં બે ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 28 તાલુકામાં 2થી 5 ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ નર્મદાના સાગબારા દેડિયાપાડા વિસ્તારમાં બે દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. ભારે વરસાદ પડતા જંગલ વિસ્તારની નદી ખાડીઓમાં પૂરની પરિસ્થિતિ હજુપણ યથાવત હોય આ પાણીના વહેણથી રસ્તાઓનું ધોવાણ થતા 108ને પણ ગામડા સુધી જવું મુશ્કેલ બની રહ્યું છે. ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં 108 ટીમે વરસાદ વચ્ચે માર્ગમાં આવતા પથ્થરો હટાવ્યા સાથે દર્દીને ઝોલીમાં લઈ જઈ એક જીવ બચાવ્યાની ઘટના સામે આવી છે. દર્દીને ઝોલીમાં લઈ જઈ જીવ બચાવ્યો ગત(26 જૂન) મોડી રાત્રિના નર્મદાના ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત વરસી રહ્યો હતો. આવા વરસાદમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે ફોન આવ્યો હતો. ભારે વરસાદ અને કાદવભર્યા માર્ગોને કારણે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ સુધી પહોંચી શકી નહોતી. આવી વિકટ પરિસ્થિતિમાં 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત અને ફરજનિષ્ઠા દાખવી દર્દીને ઝોલીમાં બેસાડી પગપાળા મુશ્કેલ રસ્તો પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. ત્યાર બાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગાવમાં સૌથી વધુ 12 મિમી જેટલો હળવો વરસાદ નોંધાયો છે. તાપમાનની દૃષ્ટિએ છેલ્લા 24 કલાકમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી અને આગામી સાત દિવસ સુધી પણ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ આવવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉંમરગામ અને કચ્છના રાપર તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢના ભેંસાણ, મહીસાગરના ગોધર, વલસાડ અને નર્મદાના સાગબારા તાલુકામાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. ત્રણથી ચાર દિવસમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત તેમજ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં વધુ આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ છે. આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન તાપમાનની વાત કરીએ તો, આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે. અગાઉ અમદાવાદમાં 40.3 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું, અને આજના દિવસે પણ આ બંને શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે. કઈ તારીખે ક્યાં હશે વરસાદ? આ પણ વાંચો MP-ઝારખંડમાં વાવાઝોડા-વીજળી પડવાથી 16નાં મોત, મોન્સુને દેશના 22 રાજ્યોને આવરી લીધા દેશના 6 રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે. જોકે, છ રાજ્યોમાં ભારે ગરમી પણ પડી રહી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં તાપમાન 42°C થી વધુ નોંધાયું હતું. મધ્ય પ્રદેશના બાલાઘાટમાં શુક્રવારે વીજળી પડવાથી 4 લોકોના મોત થયા, જ્યારે આઠ લોકો દાઝી ગયા. દેવાસમાં વાવાઝોડા-વરસાદને કારણે મકાનની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો, આ દુર્ઘટનામાં 2 મહિલાઓના મોત થયા. ઝારખંડમાં પણ વીજળી પડવાથી 10 અને છત્તીસગઢમાં બે લોકોના મોત થયા. ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે થયેલા ભારે વરસાદ બાદ વાદળ ફાટવા જેવી ઘટના બની, જેના કારણે શાળા, 8 મોટી ગાડીઓ, એમ્બ્યુલન્સ અને મકાનોમાં કાટમાળ ઘૂસી ગયો છે. મોન્સુને દેશના 22 રાજ્યોને આવરી લીધા છે. 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકે છે. યુપીમાં મોન્સુન 8 દિવસ મોડો છે. તે સામાન્ય રીતે 20 જૂન સુધીમાં આવી જાય છે પરંતુ આ વખતે 15 દિવસથી બિહાર બોર્ડર પર અટક્યો છે. તે આગામી 2 દિવસમાં બિહાર બોર્ડરથી રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન, 8 દેશો પર અસર, તીવ્રતા 6.2 માપવામાં આવી
    Next Article
    આમધા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ:ઉપસચિવ ધર્મેશ પરીખની હાજરીમાં 'પ્રગતિનો પ્રવેશોત્સવ' થીમ હેઠળ કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment