Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચક્કર આવતા અગાશી પરથી પટકાયેલા યુવકનું મોત:ઇમિટેશનના કામમાં મંદી છે, બીજુ કોઈ કામ કરી લેવા માતાએ કહેતા પુત્રએ ફિનાઈલ પીધું

    1 day ago

    રાજકોટ શહેરના સંત કબીર રોડ ઉપર આવેલ આંબાવાડીમાં બાલકૃષ્ણ સોસાયટી શેરી નંબર 26માં રહેતા દીપકભાઈ દિનેશભાઈ ડાભી (ઉં.વ.23) આજે સવારે 6.15 વાગ્યા આસપાસ પોતાના ઘરે ફિનાઈલ પી જતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પુછપરછમાં યુવકની માતા રેખાબેને જણાવ્યું હતું કે, દીપક ઇમિટેશનમાં રેવવાનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ મંદીના કારણે કામ મળતું ન હતું જેથી મેં તેને બીજું કોઈ કામ કરવા કહ્યું હતું. જેનું લાગી આવતા તેને પગલું ભર્યું હતું. કાલાવડ રોડ પર આવેલ કુવામાંથી યુવકની લાશ મળી રાજકોટ શહેરના કાલાવડ રોડ પર એ.જી. ચોક પાસે ચમત્કારી હનુમાનજી મંદિર સામે કુવામાં મૃતદેહ હોવાની જાણ થતા રાજકોટ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડને જાણ કરાતા કાલાવાડ રોડ ફાયર સ્ટેશનથી ટીમે પહોંચી મૃતદેહ બહાર કાઢી તપાસ કરતા મૃતક ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં રહેતા વિનોદભાઈ ગણેશભાઈ પરમાર (ઉં.વ.46) હોવાનું સામે આવ્યું હતું. હાલ સમગ્ર મામલે તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી યુવક અકસ્માતે કુવામાં પડી ગયો કે આપઘાત કર્યો છે કે પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ચક્કર આવતા અગાશી પરથી પટકાયેલા યુવકનું મોત રાજકોટના રૈયાધાર નજીક બંસીપાર્ક શેરી નંબર 2માં રહેતા મનદીપભાઈ જગદીશભાઈ દવે (ઉ.વ.39) ગઈકાલે બપોરે 1.20 વાગ્યાં આસપાસ પોતાના ઘરની અગાસીએ હતા ત્યારે અચાનક ચક્કર આવતા ઉંચાઈએથી નીચે પટકાયા હતા દરમિયાન ધડાકા જેવો અવાજ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કોઈએ 108ને જાણ કરતા તેમને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મનદીપભાઈ બે ભાઈમાં નાના હતા અને પરિવારથી અલગ રહેતા હોવાનું સામે આવ્યું છે. ‘સ્કાય લાઇન પ્રોજેક્ટ’ની સાઇટ પરથી રૂ.10.11 લાખની એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી રાજકોટ શહેરના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ચાલતા ‘સ્કાય લાઇન પ્રોજેક્ટ’ નામના બાંધકામની સાઇટ પરથી અજાણ્યા ચોર ઇસમો દ્વારા રૂ.10,11,000ની કિંમતની 69 નંગ એલ્યુમિનિયમની પ્લેટોની ચોરી થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે સાઇટ પર છેલ્લા 6 મહિનાથી સાઇટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ધવલ જીતેંદ્રભાઇ સોલંકી (ઉ.વ.29)એ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલી:પોસ્ટર અને બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, મંજૂરી વિના રેલી યોજવા બદલ કાર્યકરોની અટકાયત
    Next Article
    જૂનાગઢ સિંહબાળ હત્યા કેસ::​જૂનાગઢના રબારી નેસ નજીક સિંહ બાળની હત્યાના મુખ્ય આરોપીના જામીન નામંજૂર, અદાલતે બે દિવસના રિમાન્ડ આપ્યા; આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment