Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથમાં રાજસ્થાનના યાત્રીઓને ફૂડ પોઈઝનિંગ:સ્વદેશી હાર્ટના સ્ટોલ પર નાસ્તો કર્યા બાદ સારવાર અપાઈ

    2 days ago

    સોમનાથમાં રાજસ્થાનના જયપુરથી આવેલા યાત્રીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. સ્વદેશી હાર્ટ ખાતેના એક ખાનગી ખાણીપીણીના સ્ટોલ પર નાસ્તો કર્યા બાદ તેમની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક પ્રભાસ પાટણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયપુરના સેશનભાઈ અગ્રવાલ અને તેમના પરિવારજનોને ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. આ ઘટના બાદ સેશનભાઈ અગ્રવાલે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ફૂડ શાખા સમક્ષ આવા સ્ટોલ પર સ્વચ્છતા અને આરોગ્ય જાળવણી માટે તપાસ કરવાની માંગ કરી છે. પ્રભાસ પાટણ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રના ફરજ પરના ડો. કુણાલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સવારે લગભગ 10:30 વાગ્યે જયપુરનો એક પરિવાર બાળકો સાથે ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, તમામની તપાસ અને રિપોર્ટ કર્યા બાદ સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈની તબિયત ગંભીર ન હોવાથી તેમને અહીં જ સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તમામ બાળકો સ્વસ્થ થઈ રહ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને યાત્રીઓમાં ચર્ચા જાગી છે. યાત્રીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સમગ્ર ગુજરાતમાં પાણીપુરી સહિતના સ્ટોલ પર ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે છે, ત્યારે સોમનાથના સ્વદેશી હાર્ટ ખાતેના આવા ખાનગી ખાણીપીણીના સ્ટોલ પર નિયમિત તપાસ થાય છે કે કેમ? તેમની પાસે ફૂડ લાયસન્સ છે કે નહીં અને આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છતા જાળવણી માટે સમયાંતરે તપાસ કરાય છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. યાત્રીઓએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના ફૂડ વિભાગને આવા ખાણીપીણીના સ્ટોલ પર આરોગ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે તાત્કાલિક તપાસ કરવા અને સ્વચ્છતા તથા આરોગ્યની જાળવણી સુનિશ્ચિત કરવા માટે સક્રિય થવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપમાં નવી સંગઠનાત્મક નિમણૂકો:વલસાડ, નવસારી-સુરતમાં જિલ્લા-મોરચાના હોદ્દેદારો જાહેર; નવા ચહેરાઓને જવાબદારી સોંપાઈ
    Next Article
    NHAI અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ રદ્દ કરતી હાઇકોર્ટ:હાઈવેના ખાડામાં પટકાતા ટુ વ્હીલરમાં પાછળ બેઠેલ પત્નીનું મોત થયું હતું, જાણો શું આખો કેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment