Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપમાં નવી સંગઠનાત્મક નિમણૂકો:વલસાડ, નવસારી-સુરતમાં જિલ્લા-મોરચાના હોદ્દેદારો જાહેર; નવા ચહેરાઓને જવાબદારી સોંપાઈ

    2 days ago

    ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠનના વ્યાપક વિસ્તરણને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતમાં સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના વિવિધ મહત્વના હોદ્દાઓ પર નવી સંગઠનાત્મક નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ મહત્વપૂર્ણ નિમણૂકો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના સીધા માર્ગદર્શન અને પ્રદેશના વરિષ્ઠ નેતૃત્વ સાથેની લાંબી ચર્ચા-વિચારણાના અંતે કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ઉપપ્રમુખથી લઈને તાલુકા પ્રમુખ સુધીના 8 હોદ્દેદારો બદલાયા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સંગઠનને મજબૂત કરવાના હેતુથી કૂલ 8 હોદ્દેદારોની નવી ટીમ નિયુક્ત કરવામાં આવી છે, જેમાં ચાર જિલ્લા ઉપપ્રમુખ, એક જિલ્લા મહામંત્રી, એક જિલ્લા મંત્રી, મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી તેમજ એક તાલુકા મંડળ પ્રમુખનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લા ઉપપ્રમુખ તરીકે સ્નેહિલ વિજયભાઈ દેસાઈ, કેયુર મોહનભાઈ પટેલ, કાંતિ સંતુભાઈ થોરાટ અને તન્વીબેન મુકુંદભાઈ પટેલની સંયુક્ત રીતે પસંદગી કરવામાં આવી છે. જ્યારે સંગઠનની કમાન સંભાળવા માટે જિલ્લા મહામંત્રી તરીકે વિપુલ મનુભાઈ ભોયા અને જિલ્લા મંત્રી તરીકે મુકેશ મોહનલાલ પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, મહિલાઓની ભાગીદારી વધારવા માટે મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી તરીકે ફાલ્ગુનીબેન અપૂર્વાનંદ મહારાજની નિયુક્તિ કરાઈ છે અને નાનાપોંઢા તાલુકા મંડળ પ્રમુખ તરીકે નિમેષ બારસુભાઈ ગાંવિતના નામની જાહેરાત કરવામાં આવી છે. નવસારી-સુરત જિલ્લામાં પણ નવા ચહેરાઓને સ્થાન, ચૂંટણી પહેલાં ભાજપે સોગઠા ગોઠવ્યા વલસાડની સાથોસાથ નવસારી જિલ્લામાં પણ પક્ષના વફાદાર કાર્યકરોને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લા ઉપપ્રમુખ તરીકે લોરેલચંદ્ર ચંપકલાલ પટેલ અને ભરતભાઈ જગુભાઈ પટેલની નવી નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે નવસારી જિલ્લા મંત્રી તરીકે તૃષાબેન મનુભાઇ પટેલને સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે. આ તરફ, સુરત જિલ્લામાં પણ મહત્ત્વનું પરિવર્તન કરતા ચોર્યાસી તાલુકા મંડળ પ્રમુખ તરીકે યુવા નેતા અભિષેક નાયકની વરણી કરવામાં આવી છે. રાજકીય વિશ્લેષકોના મતે, દક્ષિણ ગુજરાતના આ ત્રણેય જિલ્લાઓમાં આદિવાસી અને સ્થાનિક જ્ઞાતિ સમીકરણોને સાધીને સંગઠનને વધુ વેગવંતું બનાવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા આ મહત્વપૂર્ણ સોગઠા ગોઠવવામાં આવ્યા છે, જે આગામી સમયમાં પક્ષ માટે નિર્ણાયક સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    નાગાલેન્ડના રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી:અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી
    Next Article
    સોમનાથમાં રાજસ્થાનના યાત્રીઓને ફૂડ પોઈઝનિંગ:સ્વદેશી હાર્ટના સ્ટોલ પર નાસ્તો કર્યા બાદ સારવાર અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment