Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગાલેન્ડના રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી:અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

    2 days ago

    રાજપીપળા: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નાગાલેન્ડના રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે અખંડ ભારતના શિલ્પી, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી દેશના એકીકરણમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. તેમના બંને પુત્રો પણ આ મુલાકાતમાં તેમની સાથે જોડાયા હતા. મુલાકાત દરમિયાન રાજ્યપાલ યાદવજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના વિવિધ આકર્ષણોનું અવલોકન કર્યું હતું. તેમણે ૧૫૩ મીટરની ઊંચાઈએ આવેલી વ્યૂઇંગ ગેલેરી પરથી નર્મદા નદી, વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓના મનોહર દૃશ્યોનો આનંદ માણ્યો હતો. તેમણે સરદાર પટેલના જીવનચરિત્ર અને ભારતના એકીકરણના ઐતિહાસિક પ્રસંગોને આધુનિક ટેક્નોલોજી દ્વારા રજૂ કરતા મ્યુઝિયમ અને પ્રદર્શન હોલની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, રાજ્યપાલશ્રીએ પવિત્ર નર્મદા મહાઆરતીમાં ભાગ લઈ આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રદર્શિત ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ શોમાં ભારતની એકતા, અખંડિતતા અને સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણના યોગદાનનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોતાના પ્રતિભાવમાં રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ જણાવ્યું હતું કે, 'સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નથી, પરંતુ ભારતની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત પ્રતીક છે. અહીં આવીને દેશભક્તિની નવી પ્રેરણા અને રાષ્ટ્રસેવાની ભાવના વધુ દૃઢ બને છે.' મુલાકાતના અંતે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ રાધાકૃષ્ણ અને અધિક કલેક્ટર નારાયણ માધુ દ્વારા રાજ્યપાલશ્રીને સ્મૃતિચિહ્ન અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાણંદના ડરણમાં પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન:ઈસુદાન ગઢવીએ ખેડૂતોના વચ્ચે બેસીને આંદોલનને ટેકો આપ્યો
    Next Article
    ભાજપમાં નવી સંગઠનાત્મક નિમણૂકો:વલસાડ, નવસારી-સુરતમાં જિલ્લા-મોરચાના હોદ્દેદારો જાહેર; નવા ચહેરાઓને જવાબદારી સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment