Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાણંદના ડરણમાં પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન:ઈસુદાન ગઢવીએ ખેડૂતોના વચ્ચે બેસીને આંદોલનને ટેકો આપ્યો

    2 days ago

    સાણંદના ડરણ ગામમાં ખેડૂતો ઔદ્યોગિક પાણીના નિકાલ માટે નાખવામાં આવી રહેલી પાઈપલાઈનના વિરોધમાં નવ દિવસથી આંદોલન કરી રહ્યા છે. ઔદ્યોગિક પાણીના નિકાલ માટે ખેતરોની વચ્ચેથી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા ખોદકામનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ પાઈપલાઈન સરકારના આદેશથી સિંચાઈ વિભાગ દ્વારા નાખવામાં આવી રહી છે જે ચોમાસાનાં પાણીના નિકાસ માટે 77 કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે. 1000 વિઘા ખેતરમાં પાઇપલાઇન નાખીને ડરણ , જુવાલ,વાસણા,બાવળાના સાંકોડ થઈને લુપ્ત થઈને પાણી શેઢી નદીમાં નાખવામાં આવશે ડરણ, જુવાલ, સાંકોડ અને વાસણા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે ઔદ્યોગિક એકમોને ફાયદો કરાવવા માટે સિંચાઈ વિભાગ તેમની કિંમતી જમીન પડાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ આશરે 10 કિલોમીટર લાંબી પાઈપલાઈન નાખવા માટે 324 સર્વે નંબરોમાં ખોદકામ કરાશે. આ ખોદકામને કારણે ડરણ ગામના 182 ખેતરો પ્રભાવિત થશે. ખેડૂતોની માંગ છે કે ખેતરોને નુકસાન પહોંચાડવાને બદલે નજીકની કેનાલ ઊંડી કરીને પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ તંત્ર આ માંગણી સ્વીકારવા તૈયાર નથી. આંદોલનના નવમા દિવસે સરકારી તંત્રએ ખેતરોની વીજળી પણ બંધ કરી દીધી છે, જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ આંદોલનને હવે 70થી વધુ ગામના લોકોનું સમર્થન મળ્યું છે. આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આંદોલન સ્થળે ઉપસ્થિત રહેશે. મહિલાઓએ સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલ અને સાંસદ અમિત શાહનો ગીતો ગાઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. અગાઉ કલેક્ટર સાથેની વાતચીત નિષ્ફળ રહેતા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે ગમે તે ભોગે તેમના ખેતરોમાંથી પાઇપલાઇન નાખવા દેવામાં આવશે નહીં. હાલ વિરોધના પગલે કામગીરી અટકી ગઈ છે. 9માં દિવસે ખેડૂત આંદોલન ઉગ્ર બનતા ભાજપના જિલ્લા સદસ્ય મહેન્દ્ર પરમાર,પૂર્વ જીલ્લા સદસ્ય પતિ દયારામભાઈ પટેલ,પૂર્વ તાલુકા સદસ્ય ગડાલાલ,સાણંદ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી ગણપતભાઈ કોળી પટેલ દોડી આવ્યા
    Click here to Read More
    Previous Article
    ‘It’s a disaster World Cup…’ : Iran captain Mehdi Taremi lashes out at FIFA
    Next Article
    નાગાલેન્ડના રાજ્યપાલ નંદકિશોર યાદવજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી:અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment