Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NHAI અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ રદ્દ કરતી હાઇકોર્ટ:હાઈવેના ખાડામાં પટકાતા ટુ વ્હીલરમાં પાછળ બેઠેલ પત્નીનું મોત થયું હતું, જાણો શું આખો કેસ

    2 days ago

    પાટણના વારાહી પોલીસ મથકે ડિસેમ્બર 2021માં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદીએ નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને આરોપી બનાવ્યા હતા. ફરિયાદ મુજબ ફરિયાદી પોતાની 54 વર્ષીય પત્ની સાથે સમીથી નીકળીને બાઈક ઉપર વારાહી જઈ રહ્યા હતા. ત્યારે સાંજે ચાર વાગે સિદ્ધપુરા ગામના પાટીયા નજીક રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તેમની આગળ એક ટ્રક જઈ રહી હતી. તેવામાં રોડ ઉપર એક મોટો ખાડો આપ્યો હતો. ટ્રક પસાર થઈ ગઈ, પરંતુ ફરિયાદી બાઇક સાથે ખાડામાં પટકાયા હતા. જેમાં ફરિયાદીની પત્નીને માથામાં ગંભીર ઈજાઓ થતાં વારાહી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે 108 મારફતે લઈ જવાયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ફરિયાદીએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટીએ બેદરકારી દાખવીને ખાડો પુરાવ્યો ન હતો. જેને લઈને આ અકસ્માત સર્જાયો હતો. અધિકારી અને સબ કોન્ટ્રાક્ટરે ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી ઉપરોક્ત ફરિયાદ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ પાલનપુરના ડેપ્યુટી મેનેજર અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ, તેમજ પ્રોજેક્ટ ઈમ્પલિમેન્ટેશન યુનિટ પાલનપુરના અધિકારી અને સબ કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સબ કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ હતી આરોપીઓ સામે IPC 304Aની કલમ અંતર્ગત પોલીસ ફરિયાદ નોધાઇ હતી. જેમાં સબ કોન્ટ્રાક્ટરની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં તેમનો કોઈ વાંક નથી. કોર્ટે શરૂઆતમાં તેમની સામે નકારાત્મક પગલાં નહીં લેવા અને આરોપીઓ તપાસમાં સહકાર આપશે તે સંદર્ભનો હુકમ કર્યો હતો. 'અરજદારોએ જાણી જોઈને કોઈ બેદરકારી દાખવી નથી' વળી કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે રોડ રીપેરીંગ અને મેન્ટેનન્સ માટે સીધા કોન્ટ્રાક્ટર નહીં, પરંતુ સબ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય છે. વળી કોન્ટ્રાક્ટરનો રોડનો છ મહિનાનો ગેરંટી પિરિયડ પૂર્ણ થઈ ચૂક્યો હતો. અરજદારનું બાઈક ટ્રકની પાછળ હોવાથી તેને ખાડો દેખાયો નહોતો. અરજદારોએ જાણી જોઈને કોઈ બેદરકારી દાખવી નથી. હાઇકોર્ટે અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામેની ફરિયાદ રદ્દ કરી NHAIના અધિકારીઓને NHAI એક્ટ 1988ના કાયદાની કલમ 28 હેઠળ સત્તાવાર કાર્ય માટે કાનૂની રક્ષણ છે. વળી હાઇવેની જાળવણી માટે કાયદેસરનો કરાર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અને આ દુર્ઘટનામાં ઇરાદા સહિતની બેદરકારીના કોઈ પુરાવા ઉપલબ્ધ નથી. જેથી આરોપીઓ સામેની ફરિયાદ હાઇકોર્ટે રદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સોમનાથમાં રાજસ્થાનના યાત્રીઓને ફૂડ પોઈઝનિંગ:સ્વદેશી હાર્ટના સ્ટોલ પર નાસ્તો કર્યા બાદ સારવાર અપાઈ
    Next Article
    ભગવાન જગન્નાથજીને જળાભિષેકથી શાહી સ્નાન કરાશે:રથયાત્રાની તડામાર તૈયારી, 29 જૂને 7 નદીના નીરથી ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને જળાભિષેક,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment