Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબલપુર ચોકડી પાસે ટ્રક પલટી, ડ્રાઈવરનું મોત:એક વ્યક્તિ ઇજાગ્રસ્ત; રસ્તા પર સીંગદાણા વેરાતા ટ્રાફિકજામ

    2 days ago

    સિંગદાણાના ભરેલી ટ્રક જૂનાગઢ તરફથી રાજકોટ હાઈવે તરફ જઈ રહી હતી. આ દરમિયાન સાબલપુર ચોકડીના નવા બનેલા પૂલ પાસે ટ્રકના ચાલકે અચાનક કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવ્યા બાદ બેકાબૂ બનેલો ટ્રક ધડાકાભેર રોડના ડિવાઈડર સાથે અથડાયો હતો અને રોડ પર જ ગોથું ખાઈને પલટી મારી ગયો હતો. ​આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રકચાલક અશ્વિનભાઈ કોરડીયા (ઉં.વ.52, રહેવાસી-ટીકર ગામ) ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માત બાદ તેમને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ટ્રકમાં સવાર અન્ય એક વ્યક્તિને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ​ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા, પોલીસ કાફલો દોડી આવ્યો ​ભરચક હાઈવે પર ટ્રક પલટી મારવાના અવાજ સાથે જ આસપાસના સ્થાનિકો અને વાહનચાલકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ​રોડ પર સિંગદાણા વેરાતા હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ ​ટ્રક પલટી મારી જતાં તેની અંદર ભરેલા સિંગદાણાના બોરા ફાટી ગયા હતા અને તમામ સિંગદાણા હાઈવેના મુખ્ય માર્ગ પર વેરાઈ ગયા હતા. રસ્તા પર મોટી માત્રામાં સિંગદાણા પથરાઈ જવાને કારણે અને અકસ્માતગ્રસ્ત ટ્રક વચ્ચે હોવાને લીધે રાજકોટ તરફ જતા હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વેસુના યુવકે બળાત્કાર કર્યો:કારમાં નકલી લગ્ન કરી પત્ની હોવાનો ઢોંગ કર્યો, અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
    Next Article
    ભરૂચમાં ઉભેલા ટ્રેલર પાછળ ઈકોવાન ઘૂસી જતાં માતા-પુત્રનું મોત:ત્રણ લોકો ઈજાગ્રસ્ત, દ્વારકાથી પરત ફરતા સુરતના આંબલીયા પરિવારને અકસ્માત નડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment