Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ઉભેલા ટ્રેલર પાછળ ઈકોવાન ઘૂસી જતાં માતા-પુત્રનું મોત:ત્રણ લોકો ઈજાગ્રસ્ત, દ્વારકાથી પરત ફરતા સુરતના આંબલીયા પરિવારને અકસ્માત નડ્યો

    2 days ago

    ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કેલોદ ગામ પાસે ઉભેલા એક ટ્રેલર પાછળ ઈકોવાન ઘૂસી જતાં માતા અને 12 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ પરિવાર દ્વારકાથી દર્શન કરીને સુરત પરત ફરી રહ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના આંબલીયા પરિવારના આઠ સભ્યો ઈકો કારમાં દ્વારકા દર્શનાર્થે ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ આજે વહેલી સવારે તેઓ સુરત પરત ફરી રહ્યા હતા. સવારે આશરે પાંચ વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આ અકસ્માત થયો હતો. ઉભેલા ટ્રેલરની પાછળ ઈકોવાન ધડાકાભેર અથડાતા વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગીતાબેન મનોજ આંબલીયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન મનોજ આંબલીયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સૃષ્ટિ મનોજ આંબલીયા, મનોજ કલ્યાણ આંબલીયા અને સોનલ વિજય ઘોઘારી સહિત અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સાબલપુર ચોકડી પાસે ટ્રક પલટી, ડ્રાઈવરનું મોત:એક વ્યક્તિ ઇજાગ્રસ્ત; રસ્તા પર સીંગદાણા વેરાતા ટ્રાફિકજામ
    Next Article
    આજે 25 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:1 જૂલાઈએ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી, હજુ પણ 54 તાલુકા કોરા ધાકોડ; અમદાવાદમાં ગરમી યથાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment