Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીની પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વેસુના યુવકે બળાત્કાર કર્યો:કારમાં નકલી લગ્ન કરી પત્ની હોવાનો ઢોંગ કર્યો, અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

    2 days ago

    સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવકે સંબંધોને શર્મસાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. આરોપી યુવકે દિલ્હીમાં પોતાના પતિથી અલગ રહેતી એક પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી, સુરતમાં સારી નોકરી અપાવવાની અને લગ્ન કરવાની ખોટી લાલચ આપી વારંવાર શારીરિક શોષણ કર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ભોગ બનનાર મહિલાએ આ અંગે દિલ્હી પોલીસમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલો સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે, જ્યાં આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પરિણીતાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રેમજાળમાં ફસાવી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વેસુ કેનાલ રોડ પર આવેલા હેપી એલિગન્સમાં રહેતો અને પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક 37 વર્ષીય ભાવિક વિજય અગ્રવાલ પોતાની પત્નીથી છેલ્લા સાત વર્ષથી અલગ રહેતો હતો. આ દરમિયાન તેના જ એક દૂરના સગામાં થતી 38 વર્ષીય પરિણીતા પણ પોતાના પતિથી અલગ થઈને દિલ્હી ખાતે રહેતી હતી. આરોપી ભાવિક અગ્રવાલ મહિલાની ઘરકંકાસ અને અંગત મુશ્કેલીઓથી સારી રીતે વાકેફ હતો. પરિણીતાની આ માનસિક અને ભાવનાત્મક લાચારીનો ગેરફાયદો ઉઠાવીને આરોપીએ તેની સાથે નિકટતા વધારી હતી અને સહારો આપવાના બહાને ભાવનાત્મક સંબંધ બાંધી લીધો હતો. સુરત બોલાવી રિસોર્ટમાં પરાણે શારીરિક સંબંધ બાંધ્યા પીડિત મહિલાએ પોતાની લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ તેને દિલ્હીથી સુરત આવીને સ્થાયી થવા અને સુરતમાં જ કોઈ સારી કંપનીમાં નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. માર્ચ 2025 દરમિયાન આરોપીએ મહિલાને નોકરીના ઇન્ટરવ્યુના બહાને સુરત બોલાવી હતી અને ત્યાંના એક જાણીતા મોદી રિસોર્ટમાં લઈ ગયો હતો. મહિલાના આક્ષેપ મુજબ, શરૂઆતમાં તેણે શારીરિક સંબંધ બાંધવાની ના પાડી હોવા છતાં, બાદમાં મે 2025માં ફરીથી સુરત બોલાવી આ જ રિસોર્ટમાં તેની ઇચ્છા વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. કારમાં નકલી લગ્ન કરી પત્ની તરીકે સ્વીકારવાનો ઢોંગ કર્યો જ્યારે ભોગ બનનારે શારીરિક સંબંધોનો વિરોધ કર્યો, ત્યારે આરોપીએ પોતાનો પ્રેમ સાચો સાબિત કરવા માટે જૂન 2025માં ચાલુ કારમાં મહિલા સાથે લગ્ન કરવાનો ઢોંગ કર્યો હતો. આરોપીએ ભોગ બનનારને પૂરતો વિશ્વાસ અપાવ્યો હતો કે તે તેના પ્રત્યે વફાદાર છે અને ભવિષ્યમાં કાયદેસર રીતે લગ્ન કરી પત્ની તરીકે સાથે જ રાખશે. આરોપી વોટ્સએપ મેસેજ પર પણ સતત મહિલાને પત્ની તરીકે સંબોધીને માનસિક સધિયારો આપતો હતો. જો કે, સપ્ટેમ્બર મહિનામાં આરોપી અચાનક પોતાની વાતોથી ફરી ગયો હતો અને પરિવારના બહાના કાઢી સંબંધ તોડી નાખવાની ધમકી આપી હતી. પીડિતાના નામે સીમકાર્ડ મંગાવી છેતરપિંડી આચરી આરોપી ભાવિકે કાયદાની પકડથી બચવા માટે એક સુઆયોજિત કાવતરું પણ ઘડ્યું હતું. માર્ચ 2026માં તેણે દિલ્હી રહેતી મહિલાને જણાવ્યું કે તેના ભૂતકાળના લગ્નનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે અને તેનો ફોન ટ્રેક થઈ રહ્યો છે. આથી વાતચીત કરવા માટે તેણે મહિલાના દસ્તાવેજો પરથી એક નવું સીમકાર્ડ કુરિયર મારફતે સુરત મંગાવ્યું હતું. આ સીમકાર્ડ સુરત પહોંચતા જ આરોપીએ પોતાના રેગ્યુલર નંબર પરથી મહિલાને બ્લોક કરી દીધી હતી અને આ નવા નંબર પરથી જ સંપર્ક રાખવાનું શરૂ કર્યું હતું જેથી કોઈ પુરાવો ન રહે. છુપી રીતે બીજા લગ્ન કરી લીધા, ભાંડો ફૂટતા માર માર્યો દરમિયાન, ગત 26 મે 2026ના રોજ મહિલાને આરોપીના વર્તનમાં શંકા જતા તે અચાનક ફ્લાઇટ અને ટ્રેન મારફતે સુરત ખાતે આરોપીના ઘરે પહોંચી હતી. ત્યાં પહોંચતા જ મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે તેને જાણવા મળ્યું કે આરોપી ભાવિક અગ્રવાલે 9 મે 2026ના રોજ અન્ય એક યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા છે. મહિલા ઘરે પહોંચતા જ ભાંડો ફૂટી જવાના ડરથી આરોપીએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને પીડિતાને આ વાત કોઈને ન કહેવા માટે માનસિક તેમજ શારીરિક રીતે અસહ્ય ટોર્ચર કરી, મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. દિલ્હીમાં ઝીરો નંબરથી FIR નોંધાયા બાદ વેસુ પોલીસ એક્શનમાં આ ઘટનાથી અત્યંત આઘાતમાં સરી પડેલી મહિલા જેમ-તેમ કરીને સુરતથી દિલ્હી પરત ફરી હતી. તેના શરીર પર ગંભીર ઈજાના નિશાનો હોવાથી તેણે દિલ્હીની દ્વારકા પોલીસ સ્ટેશનમાં મેડિકલ તપાસ (MLC) કરાવીને આરોપી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 69, 115/118 અને 351 અંતર્ગત ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવી હતી. ઘટનાસ્થળ સુરતનું હોવાથી આ ફરિયાદ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મોકલવામાં આવી હતી. વેસુ પોલીસે પ્રાથમિક તપાસના આધારે ગુનો સાચો હોવાનું જણાતા ભાવિક અગ્રવાલ સામે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Midday meal row: As Bengal drops eggs, recalling Tamil Nadu’s century-long efforts to nourish schoolkids
    Next Article
    સાબલપુર ચોકડી પાસે ટ્રક પલટી, ડ્રાઈવરનું મોત:એક વ્યક્તિ ઇજાગ્રસ્ત; રસ્તા પર સીંગદાણા વેરાતા ટ્રાફિકજામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment