Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપરેશન કુડાસણ:અધિકારીઓએ પોલીસને સાથે રાખી રાત્રે જ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગ ખોલાવ્યાં

    2 days ago

    શહેરના ઝડપથી વિકસતા કુડાસણ-સરગાસણ વિસ્તારમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બહાર વધી રહેલા આડેધડ પાર્કિંગ અને દબાણની સમસ્યા સામે ગાંધીનગર મહાનગરપાલિકા અને પોલીસ તંત્રે હવે વધુ આક્રમક અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા પાંચ દિવસથી બંને વિભાગો દ્વારા સંયુક્ત રીતે રાત્રિ દરમિયાન વિશેષ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન અનેક કોમ્પ્લેક્સોમાં પાર્કિંગ માટે બનાવાયેલા બેઝમેન્ટ ઇરાદાપૂર્વક બંધ રાખવામાં આવતા હોવાનું સામે આવતાં તંત્રે અગાઉ આપવામાં આવેલી નોટિસ બાદ ગુરૂવારે મોડી રાત્રે પોલીસની સાથે સ્થળ પર પહોંચી સંચાલકોની હાજરીમાં બંધ બેઝમેન્ટ ખુલ્લા કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આગામી દિવસોમાં નિયમોનું પાલન નહીં કરનાર કોમ્પ્લેક્સો સામે વધુ કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો પણ તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. ગાંધીનગરના નવા વિકસેલા વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી મોટા પાયે કોમર્શિયલ કોમ્પ્લેક્સો ઊભા થયા છે. પરંતુ તેમાંના અનેક સંકુલોમાં બેઝમેન્ટ પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં તેનો ઉપયોગ પાર્કિંગ માટે થતો નથી. ક્યાંક બેઝમેન્ટને તાળા મારી બંધ રાખવામાં આવે છે તો ક્યાંક તેનો અન્ય હેતુ માટે ઉપયોગ થતો હોવાથી દુકાનદારો અને મુલાકાતીઓ પોતાના વાહનો રસ્તા, સર્વિસ રોડ અને કોમ્પ્લેક્સ બહારના માર્જિનમાં જ પાર્ક કરે છે. પરિણામે આખા વિસ્તારમાં દિવસભર ટ્રાફિક અવરોધ, અકસ્માતનો ભય અને અવ્યવસ્થાની સ્થિતિ સર્જાય છે. તપાસ દરમિયાન પ્રમુખ મસ્તાના, પ્રમુખ આર્કેડ, રાધે સ્ક્વેર, પ્રમુખ આનંદ, ઓર્બિટ મોલ સહિતના કેટલાક મોટા કોમ્પ્લેક્સોમાં બેઝમેન્ટ પાર્કિંગ હોવા છતાં તેનો ઉપયોગ બંધ રાખવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આ મામલે અગાઉ સંચાલકોને નોટિસ પાઠવી પાર્કિંગ સુવિધા જાહેર ઉપયોગ માટે ખુલ્લી મૂકવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જરૂરી અમલ ન થતાં મોડી રાત્રે મહાનગરપાલિકાની ટીમ પોલીસ સાથે સ્થળ પર પહોંચી હતી અને સંચાલકોની હાજરીમાં બંધ રાખવામાં આવેલા બેઝમેન્ટના પ્રવેશદ્વાર ખોલાવ્યા હતા. ત્યારબાદ ત્યાં પાર્કિંગ વ્યવસ્થા શરૂ કરાવવામાં આવી હતી. બેઝમેન્ટ બંધ રખાશે તો વધુ કડક કાર્યવાહી કરાશે તંત્રે કોમ્પ્લેક્સના સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે પાર્કિંગ માટે મંજૂર કરાયેલી જગ્યા અન્ય ઉપયોગ માટે રાખી શકાશે નહીં અને વાહનચાલકોને ફરજિયાત બેઝમેન્ટમાં જ પાર્કિંગ માટે માર્ગદર્શન આપવું પડશે. જો ફરીથી બેઝમેન્ટ બંધ રાખવામાં આવશે અથવા પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે તો સંબંધિત નિયમો હેઠળ વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    જામનગર પોલીસે મોહરમમાં ડ્રોનથી રાખી બાજ નજર:સંવેદનશીલ વિસ્તારોમાં AI ટેકનોલોજીથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ
    Next Article
    બોપલ પોલીસ સ્ટેશનમાં ACBની ટ્રેપ:ગુનો ન નોંધવા 5 લાખની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ પકડાયો, મહિલા PSI ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment