Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોપલ પોલીસ સ્ટેશનમાં ACBની ટ્રેપ:ગુનો ન નોંધવા 5 લાખની લાંચ લેતો હેડ કોન્સ્ટેબલ પકડાયો, મહિલા PSI ફરાર

    2 days ago

    એરપોર્ટ પોલીસ સ્ટેશન હસ્તકની હાંસોલ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એએસઆઈ) રૂ.6 હજારની લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લીધા છે. આરોપી એએસઆઈ ફરિયાદી પાસે કેસમાં માર નહીં મારવા તથા કોર્ટમાં વહેલા રજૂ કરી હેરાન નહીં કરવા માટે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી વિરુદ્ધમાં નોંધાયેલા કેસમાં પોલીસ કાર્યવાહી દરમિયાન તેમને હેરાન ન કરવા માટે હાંસોલ પોલીસ ચોકીના એએસઆઈ શશીકાંત જાદવે (ઉ.વ.52) ફરિયાદી પાસેથી રૂ.6 હજારની લાંચની માંગણી કરી હતી. અરજીના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. શુક્રવારે હાંસોલ પોલીસ ચોકીના પાર્કિંગમાં જ જેવો એએસઆઈ ફરિયાદી પાસેથી રૂ.6 હજારની લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો, તે સાથે જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. હવે આ બાબતે તપાસ કરાશે - કોલ ડિટેઈલ રેકોર્ડ : આરોપી PSI અને હેડ કોન્સ્ટેબલ વચ્ચે લાંચના નાણાં બાબતે અગાઉ કેટલી વાર વાતચીત થઈ હતી, તેની તપાસ કરવી જરૂરી છે. - અરજીની વિગતો : બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ કયા પ્રકારની અરજી હતી? શું તે સિવિલ મેટર હતી કે અન્ય કોઈ ગંભીર બાબત? આ જાણવાથી લાંચ લેવા પાછળનું તર્ક વધુ સ્પષ્ટ થશે. - અન્ય સંડોવણી : આ બંને આરોપીઓ દ્વારા અગાઉ પણ અન્ય અરજદારો પાસેથી આવી રીતે લાંચ લેવામાં આવી છે કે કેમ, તે અંગે ACB દ્વારા બેંક એકાઉન્ટ અને મિલકતની તપાસ શરૂ કરશે. બોપલ પોલીસ સ્ટેશનમાં ACBની ટ્રેપ, 10 લાખની લાંચ માગી હતી કેસમાં માર ન મારવા બદલ 6 હજાર લેતા ASI ઝડપાયા હાંસોલ ચોકીના પાર્કિંગમાં લાંચની રકમ સ્વીકારી અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલને એન્ટિ કરપ્શન બ્યુરોની ટીમે શુક્રવારે રૂ. 5 લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલને રંગેહાથ ઝડપી લીધા છે. જ્યારે મહિલા પીએસઆઈ ફરાર હોવાથી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સ્ટેશનમાં આવેલી અરજીમાં ફરિયાદી વિરુદ્ધ ગુનો દાખલ ન કરવાના બદલામાં આ બંને પોલીસકર્મીઓએ લાંચની માંગણી કરી હતી. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ એક અરજી કાઈ હતી, જેની તપાસ મહિલા પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી કરી રહ્યા હતા. આ અરજીના સંદર્ભમાં ફરિયાદી વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ ન કરવા માટે પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી અને શીલજ બીટના હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ભોઈએ ફરિયાદી પાસે શરૂઆતમાં રૂ. 10 લાખની માંગણી કરી હતી. રકઝકને અંતે લાંચની રકમ રૂ. 5 લાખ નક્કી કરવામાં આવી હતી. આરોપી હેડ કોન્સ્ટેબલ દિલીપકુમાર ભોઈએ ફરિયાદી પાસેથી બોપલ પોલીસ સ્ટેશન શીલજબીટ, સાઈબર ક્રાઇમ ની ઓફીસ માં રૂ. 5 લાખ સ્વીકાર્યા હતા. નાણાં સ્વીકાર્યા બાદ તેમણે મોબાઈલના સ્પીકર ફોન પર પીએસઆઈ પ્રિતલબેન ચૌધરી સાથે વાત કરી હતી, જેમાં પીએસઆઈએ પણ આ રકમ મળી ગયાની સંમતિ આપી હતી. અન્ય સ્ટાફની ભૂમિકા અંગે તપાસ થશે એએસઆઈએ પોતાની પકડ અને વર્ચસ્વનો ઉપયોગ કરીને પોલીસ ચોકીના પાર્કિંગ વિસ્તારને સેફ ઝોન માન્યો હતો. એસીબીના સૂત્રો મુજબ, તપાસનો મુખ્ય વિષય એ રહેશે કે શું આ એએસઆઈએ અગાઉ પણ અન્ય ફરિયાદીઓ પાસેથી આ રીતે સેટિંગ કરીને પૈસા પડાવ્યા હતા કે કેમ. તથા તેમના પાછલા કેસોની સાથે સાથે અન્ય કોઈ સ્ટાફની ભૂમિકા છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ઓપરેશન કુડાસણ:અધિકારીઓએ પોલીસને સાથે રાખી રાત્રે જ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગ ખોલાવ્યાં
    Next Article
    અમદાવાદ DRIની કાર્યવાહી:સરકારી સ્કીમના નામે 41 કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરી કરનાર વેપારીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment