Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના ઢાબા પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડો:બે સગીરોને મુક્ત કરાવ્યા, વેઇટર તરીકે આકરી મજૂરી કરાવનાર માલિક સામે ગુનો દાખલ

    12 hours ago

    ગાંધીનગરના રાંધેજા-માણસા હાઈવે પર આવેલ ઢાબા પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા દરોડો પાડીને બાળમજૂરી કરતા બે પરપ્રાંતીય સગીર વયના બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા છે. જ્યારે ઢાબાના માલિક વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઢાબા પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડો રાજ્યમાં ઓપરેશન ચાઇલ્ડ હુડ ફ્રીડમ હેઠળ ખાસ ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઇવ હેઠળ હોટલો, ઢાબા અને રેસ્ટોરેન્ટ્સ જેવા વ્યવસાયિક સ્થળો પર સગીરો પાસે મજૂરી કરાવતા તત્વો સામે કડક તપાસના આદેશ છે.જે અંતર્ગત ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના વુમન હેડ કોન્સ્ટેબલ ચેતનાબેન અતુલભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. બે સગીર વયના બાળકો કામ કરતા મળી આવ્યા તે દરમિયાન રાંધેજા હાઈવે પર આવેલા રાજપુરોહીત જોધપુર સ્પેશિયલ દાલબાટી ઢાબા પર સગીર બાળકો પાસે ગેરકાયદેસર કામ કરાવાતું હોવાની ખાનગી બાતમી મળી હતી.આ બાતમીના આધારે પોલીસે ઢાબા પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન ત્યાંથી બે સગીર વયના બાળકો કામ કરતા મળી આવ્યા હતા. ઢાબા માલિક વેઇટર તરીકે આકરી મજૂરી કરાવતો જેઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુક્ત કરાયેલા સગીરોમાં એકની ઉંમર 16 વર્ષ અને બીજાની 17 વર્ષ છે, જેઓ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વતની છે. આ બાળકો પાસે સવારના 11થી બપોરના 3 અને સાંજના 7થી રાતના 11 વાગ્યા સુધી એમ બે શિફ્ટમાં વેઇટર તરીકે આકરી મજૂરી કરાવવામાં આવતી હતી અને તેના બદલામાં તેમને માસિક 10,000 રૂપિયા પગાર આપવામાં આવતો હતો. માલિક કંવરાજસિંહ સામે ગુનો દાખલ આ બાળકોએ ખુલાસો કર્યો હતો કે ઢાબાના માલિક કંવરાજસિંહ ખુશાલસિંહ રાજપુરોહીત (ઉંમર 54, મૂળ રહે. લખાગામ, જી. જેસલમેર, રાજસ્થાન) એ તેમને છેલ્લા એક મહિનાથી વધુ સમયથી નોકરી પર રાખ્યા હતા. બાળકો સગીર વયના હોવાની જાણ હોવા છતાં આર્થિક ફાયદા માટે તેમનું શોષણ કરવામાં આવી રહ્યું હતું. આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટની કલમ-79 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મહાદેવને અર્પણ 2500 કિલો કેરીનું વિતરણ:આંગણવાડીના હજારો બાળકોને પ્રસાદ રૂપે કેરી અપાઈ
    Next Article
    જામનગર પોલીસે મોહરમમાં ડ્રોનથી રાખી બાજ નજર:સંવેદનશીલ વિસ્તારોમાં AI ટેકનોલોજીથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment