Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આટલો ખર્ચ કેમ:સરધાર અને આટકોટ પાસે બે સિક્સલેનના નિર્માણ માટે રૂ. 2500 કરોડનો ખર્ચ જોઈ સરકારની ‘ના’

    2 days ago

    રાજકોટથી આટકોટ થઈને ભાવનગર અને અમરેલી તરફ જતા અત્યંત વ્યસ્ત હાઇવે પર દૈનિક 27 હજારથી વધુ વાહનોની અવરજવર રહે છે. વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ આપવા સરધાર અને આટકોટ પાસે બે સિક્સલેન બાયપાસ બનાવવા માટે રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન (RB) વિભાગ દ્વારા ₹2500 કરોડનું તોતિંગ એસ્ટિમેટ મોકલવામાં આવ્યું હતું. આટલો મોટો ખર્ચ જોઈ રાજ્ય સરકારે નાણાકીય મંજૂરી અટકાવી દીધી છે અને સમગ્ર ડીપીઆર (DPR) તથા ટેન્ડરિંગ પ્રક્રિયા નવેસરથી હાથ ધરવા કડક આદેશ આપ્યો છે. રાજકોટ-ભાવનગર રોડ પર સરધાર અને આટકોટ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની જમીન કપાતા તેમને ₹250 કરોડથી વધુનું વળતર આપવાનું આયોજન છે. આ ઉપરાંત, બંને બાયપાસ અને રસ્તાના નિર્માણ માટે ₹2250 કરોડથી વધુનો ખર્ચ દર્શાવાયો હતો. રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.ડી. ડાભીએ જણાવ્યું હતું કે, આર.કે. યુનિવર્સિટી સર્કલથી આટકોટ સુધીનો કુલ 45 કિલોમીટરનો માર્ગ સિક્સલેન બનાવવાનું આયોજન છે. જેમાં સરધાર અને આટકોટ ખાતે 8-8 કિમીના બે મોટા બાયપાસ બનશે, જેથી વાહનો ગામની અંદર ગયા વિના સીધા પસાર થઈ શકશે, પરંતુ 45 કિમી માટે ₹2500 કરોડનો ખર્ચ વધુ પડતો જણાતાં સરકારે સમગ્ર પ્રોજેક્ટની પુનઃસમીક્ષા કરવા સૂચના આપી છે. દિવાળી પછી ₹193 કરોડના ખર્ચે બિસ્માર રસ્તાનું રિકાર્પેટિંગ કામગીરી શરૂ થશે હાલ આ હાઇવે અત્યંત બિસ્માર અને ખાડાવાળો હોવાથી વારંવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. સિક્સલેનની પ્રક્રિયા લાંબી ચાલે તેમ હોવાથી, વાહનચાલકોની તાત્કાલિક રાહત માટે આર.કે. યુનિવર્સિટીથી આટકોટ સુધીના 45 કિમીના રસ્તા પર ₹193 કરોડના ખર્ચે રિકાર્પેટિંગ કરવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ એજન્સી દિવાળી પછી કામગીરી શરૂ કરશે, જે 11 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. આ અંગે સ્ટેટ માર્ગ અને મકાન વિભાગમાંથી મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. સંભવત આ મંજૂરી અઠવાડિયામાં મળી જશે.
    Click here to Read More
    Previous Article
    જીવ રક્ષા સમિતિ અને કે.એચ. ફાઉન્ડેશને સંયુક્ત રીતે પર્દાફાશ કર્યો:મેટોડામાં 20 જેટલી ગાયોના ચામડાં ઉતારેલા મૃતદેહો અને અવશેષો મળ્યા
    Next Article
    On Front Line Of Iran War, Kuwait Digs In For A Familiar Fight

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment