Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:સરકારી કોલેજના વિદ્યાર્થીઓએ વેસ્ટ કૂકિંગ ઓઇલમાંથી બાયોડીઝલ તૈયાર કર્યું: ઇંધણની અછત અને પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી થઈ શકે

    2 days ago

    ચાંદખેડાની સરકારી વિશ્વકર્મા ઈજનેરી કોલેજના કેમિકલ વિભાગના સંશોધકો અને વિદ્યાર્થીઓએ વપરાશમાં લેવામાં આવતા ખાદ્ય તેલમાંથી ટ્રાન્સએસ્ટેરિફિકેશન પ્રક્રિયા દ્વારા બાયોડીઝલના શુદ્ધીકરણ ક્ષેત્રનું મહત્ત્વપૂર્ણ સંશોધન હાથ ધર્યું હતું. બાયોડીઝલની ગુણવત્તામાં સુધારો કરીને પ્રદૂષણ ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુસર આ સંશોધન કરાયું છે. સામાન્ય રીતે કેમિકલ વિભાગ સાથે સંકળાયેલા અલ્ટ્રા સાઉન્ડ અને મેમ્બરનની ટેક્નોલોજીનો અલગ અલગ ઉપયોગ કરીને સોયાબીન અને જેત્રોફાના તેલમાંથી પ્રોસેસ કરીને બાયો ડીઝલ બનાવાતું હોય છે, પરંતુ કોલેજના સંશોધકોએ આ બંને ટેક્નોલોજીને એકસાથે પ્રોસેસ કરીને, જોડીને વપરાયેલા કૂકિંગ ઓઈલથી શુદ્ધ બાયો ડીઝલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. વિનય પુરાણીએ જણાવ્યું કે, ‘બાયો ડીઝલ જેવા નવીન ઊર્જા સ્ત્રોતો પર આધારિત આ સંશોધન વર્તમાન સમયની માગને અનુરૂપ કરાયું છે.આ શુદ્ધ બાયોડીઝલનો આ પ્રોજેક્ટ સમાજને, ઉદ્યોગને તેમ જ પર્યાવરણની જાળ‌વણી માટે ઉપયોગી સાબિત થાય તેમ છે.’ કોલેજના ડો. સચિન પરીખ, ડો. હિરલ પંડ્યા, ડો સમિધા બંકા, ફેમિના પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ સંશોધન કર્યું છે. વેસ્ટ કૂકિંગ ઓઈલમાંથી બનતા બાયો ડીઝલના ફાયદા - આ બાયોડીઝલનો મૂળભૂત ડીઝલમાં ઉપયોગ થઈ શકે છે. - વપરાશ માટેના ઓઇલનો એક કરતાં વધારે ઉપયોગ થયા બાદ તે ગટર કે જળાશયોમાં પહોંચે છે, જેથી પ્રદૂષણની માત્રામાં વધારો થવાની સંભાવના રહે છે. જોકે આ ઓઇલનું બાયો ડીઝલમાં રૂપાંતર થવાથી પ્રદૂષણની માત્રામાં ઘટાડો થશે. - વેસ્ટ કૂકિંગ ઓઈલમાંથી બનેલા બાયો ડીઝલ માત્ર વૈકલ્પિક ઈંધણ જ નહી, પરંતુ સ્વચ્છ પર્યાવરણની જાળવણીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. મેમ્બ્રેન ટેક્નોલોજીથી વેસ્ટ કૂકિંગ ઓઇલમાંથી બાયોડીઝલ બનાવાયું વપરાશ માટેના અશુદ્ધ તેલને શુદ્ધ ગુણવત્તાયુક્ત,પ્રદૂષણમુક્ત બાયોડીઝલમાં પરિવર્તિત કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ ટેક્નોલોજી (એક પ્રકારના અવાજ આધારિત ટેક્નોલોજી) અને મેમ્બેરન આધારિત હાઈબ્રિડ ટેક્નોલોજી (ઓઇલના ફિલ્ટરેશન આધારિત પ્રક્રિયા)નો ઉપયોગ કરાયો છે. બંને ટેક્નોલોજીના ઉપયોગથી ઓઇલની અશુદ્ધિ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીને અડપલાં:ઘુમાની LDR ઈન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈકર્મીએ વિદ્યાર્થીને અડપલાં કર્યાં
    Next Article
    ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના સરવેમાં ઘટસ્ફોટ:કેન્દ્રની સ્વાસ્થ્ય યોજના હેઠળ નોંધાયેલી 62માંથી 25 હોસ્પિટલ પાસે જ એક્રેડિટેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment