Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના સરવેમાં ઘટસ્ફોટ:કેન્દ્રની સ્વાસ્થ્ય યોજના હેઠળ નોંધાયેલી 62માંથી 25 હોસ્પિટલ પાસે જ એક્રેડિટેશન

    2 days ago

    અમદાવાદ દેશના અગ્રણી મેડિકલ હબ તરીકે વિકસી રહ્યું છે, પરંતુ અહીંની હોસ્પિટલોમાં સારવારની ગુણવત્તા અને દર્દીઓની સુરક્ષા અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (આઈઆઈપીએસ)એ અમદાવાદની હોસ્પિટલોના નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ (એનએબીએચ) મૂલ્યાંકન અહેવાલોનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં ખુલાસો થયો છે કે, હોસ્પિટલોમાં નિયમો હોવા છતાં તેનો અમલ થતો નથી. જૂન 2026 સુધીના આંકડા મુજબ, અમદાવાદમાં કેન્દ્ર સરકારની સ્વાસ્થ્ય યોજના (સીજીએચએસ) હેઠળ નોંધાયેલી 62 હોસ્પિટલોમાંથી માત્ર 25 હોસ્પિટલ જ સંપૂર્ણ એનએબીએચ માન્યતા પ્રાપ્ત કરવામાં સફળ રહી છે, જ્યારે બાકીની હોસ્પિટલો દર્દીઓની સુરક્ષા અને ઇમરજન્સી સેવાઓ જેવા માપદંડો પર પાછળ રહી ગઈ છે. એટલે કે અહીં દવાના લિસ્ટિંગમાં ખામી, દર્દીઓના મેડિકલ રેકોર્ડ અધૂરા હોવાનું જાણવા મળ્યું છે. આ સરવેમાં દસ્તાવેજીકરણ પ્રક્રિયા, નીતિ, દર્દીઓની સુરક્ષા અને અન્ય કેટેગરીને વર્ગીકૃત કરી તેનું વિશ્લેષણ કરાયું હતું. ઓટીમાં સેફ્ટીનાં સાધનોનો અભાવ હોસ્પિટલોમાં સૌથી વધુ ખામીઓ દસ્તાવેજીકરણમાં નોંધાઈ છે. જેમ કે, દર્દીઓના અધૂરા રેકોર્ડ, મહત્ત્વની દવાઓનું યોગ્ય લિસ્ટિંગ ન કરવું, સ્ટાફની લાયકાતનો રેકોર્ડ અપડેટ ન હોવો. ક્લિનિકલ ઓડિટ, ચેપના કેસોનું, એન્ટિબાયોટિકનો યોગ્ય અને નિયંત્રિત ઉપયોગ થાય છે કે નહીં તેની અસરકારક દેખરેખ સહિતની દર્દીઓની સુરક્ષા સંબંધિત બાબતોમાં ખામીઓ. ઘણી હોસ્પિટલોમાં માર્ગદર્શિકા તૈયાર હોવા છતાં અમલ થતો ન હતો. જેમ કે, આગથી બચાવની પ્રક્રિયા, દર્દી સુરક્ષા સંબંધિત નિયમો, સ્ટાફની જવાબદારીઓ જેવી નીતિઓમાં ખામી. દર્દીને એનેસ્થેસિયા બાદ યોગ્ય મોનિટરિંગ ન કરવું, સેફ્ટી ઇક્વિપમેન્ટ્સનો અભાવ, એમ્બ્યુલન્સમાં કમ્યુનિકેશન સિસ્ટમ ન હોવી જેવી ખામીઓ અભ્યાસમાં જોવા મળી.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:સરકારી કોલેજના વિદ્યાર્થીઓએ વેસ્ટ કૂકિંગ ઓઇલમાંથી બાયોડીઝલ તૈયાર કર્યું: ઇંધણની અછત અને પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી થઈ શકે
    Next Article
    ઝોન-4 એલસીબીએ 15 બાઈક રિકવર કર્યા:શ્રમિક બની બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ: ત્રણ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment