Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝોન-4 એલસીબીએ 15 બાઈક રિકવર કર્યા:શ્રમિક બની બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ: ત્રણ ઝડપાયા

    2 days ago

    શહેરમાં વર્ષ 2023થી છૂટક મજૂરીના બહાને શ્રમિકનો સ્વાંગ ધારણ કરીને વાહનચોરી કરતી ટોળકીનો ઝોન-4 એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે એક કિશોર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરીને અમદાવાદ, સાબરકાંઠા અને રાજસ્થાનમાંથી ચોરાયેલા કુલ 15 બાઈક રિકવર કર્યા છે. જપ્ત કરાયેલા વાહનોની કિંમત અંદાજે રૂ.4.50 લાખ થાય છે. ઝોન-4 એલસીબીના પીએસઆઈ એસ.એમ. પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે નરોડામાંથી એક સગીરને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે નરોડા, કૃષ્ણનગર, શહેરકોટડા, બાપુનગર સહિતના વિસ્તારો ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર અને રાજસ્થાનના સલુંબર જિલ્લામાંથી મળીને કુલ 7 બાઈક ચોર્યાની કબૂલાત કરી હતી. સગીરની પૂછપરછના આધારે પોલીસે રાજસ્થાનના રહેવાસી રણજીતસિંહ નાથુસિંહ રાઠોડ અને લલિતકુમાર ભગવાનલાલ મીણાને મેઘાણીનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. બંનેએ અમદાવાદના શાહીબાગ, મેઘાણીનગર, માધવપુરા, કૃષ્ણનગર અને બાપુનગર ઉપરાંત હિંમતનગર તથા રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી વધુ 8 બાઈક ચોર્યાનું કબૂલ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના સરવેમાં ઘટસ્ફોટ:કેન્દ્રની સ્વાસ્થ્ય યોજના હેઠળ નોંધાયેલી 62માંથી 25 હોસ્પિટલ પાસે જ એક્રેડિટેશન
    Next Article
    નારોલ પોલીસની તપાસ:પોલીસ બની વૃદ્ધને ધમકાવી લૂંટ ચલાવનાર બે રીઢા આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment