Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારોલ પોલીસની તપાસ:પોલીસ બની વૃદ્ધને ધમકાવી લૂંટ ચલાવનાર બે રીઢા આરોપી ઝડપાયા

    2 days ago

    નારોલ વિસ્તારમાં પોલીસની ખોટી ઓળખ આપી વૃદ્ધને ધમકાવી રોકડ રકમ લૂંટી લેનાર બે રીઢા ગુનેગારોને નારોલ પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ સામે અગાઉ મળીને 11 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરીને અન્ય કોઈ વ્યક્તિ સાથે આવી જ રીતે છેતરપિંડી કે લૂંટ આચરી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, નારોલમાં રહેતા 68 વર્ષીય વજહેગ ડામોર ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને કંપનીના રૂમમાં રહે છે. બન્યુ એવુ કે, ગત 22 જૂને સવારે તેઓ બાઈક પર નારોલ સર્કલથી દેવ હોટલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન કોઝી હોટલ પાસે એક રિક્ષાચાલકે તેમનું બાઈક અટકાવ્યું હતું. ત્યારબાદ રિક્ષામાંથી બે શખ્સોએ નીચે ઉતરી પોતે પોલીસ હોવાનું કહી વૃદ્ધને ધમકાવવા લાગ્યા હતા. "તમે તમારા મજૂરને સમયસર પગાર આપતા નથી, ખોટા કેસમાં ફસાવી લોકઅપમાં પૂરી દઈશું," તેવી ધાકધમકી આપી બંનેએ પહેલા રૂ.45 હજારની માંગણી કરી હતી. વૃદ્ધ પાસે એટલી રકમ ન હોવાનું જણાવતા બંને શખ્સોએ તેમના ખિસ્સાની તલાશી લઈને રોકડા રૂ.10,500 અને જરૂરી દસ્તાવેજો કબજે કર્યા હતા. ત્યારબાદ બંને રિક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા.શરૂઆતમાં ગભરાઈ ગયેલા વૃદ્ધે આ મામલે ફરિયાદ કરી નહતી, જો કે તેમના પુત્રને વાત કરતા તેણે હિંમત આપતા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.અંતે આ બનાવ અંગે વજહેગ ડામોરે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના આધારે નકલી પોલીસ બનેલા ઐયુબશા દીવાન (ઉ.32, રહે. વટવા ચાર માળીયા) અને રવિ શંકર ઉર્ફે વીરુસિંહ રાજપૂત (ઉ.31, રહે. નારોલ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઐયુબશા દીવાન સામે અગાઉ 6 ગુના જ્યારે રવિ શંકર ઉર્ફે વીરુસિંહ રાજપૂત સામે 5 ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    ઝોન-4 એલસીબીએ 15 બાઈક રિકવર કર્યા:શ્રમિક બની બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ: ત્રણ ઝડપાયા
    Next Article
    વિદ્યાર્થીઓના ડિજિટલ શિક્ષણને ફટકો:ઓઢવ હિન્દી શાળામાંથી વિદ્યાર્થીઓ માટેની 11 ક્રોમબુક તસ્કરો ચોરી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment