Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીને અડપલાં:ઘુમાની LDR ઈન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈકર્મીએ વિદ્યાર્થીને અડપલાં કર્યાં

    2 days ago

    ઘુમાની ન્યૂ એલડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાઈમરી વિભાગના 5 વર્ષના વિદ્યાર્થી સાથે સફાઈકર્મીએ વિકૃત કૃત્ય આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્કૂલના વોશરૂમમાં સાફ-સફાઈનું કામ કરતો પશાભાઈ નામનો કર્મચારી છેલ્લા 9 દિવસથી બાળકનો પીછો કરી અડપલાં કરતો હતો. આ હરકતોથી કંટાળીને બાળકે વાલીને જાણ કરી હતી. વાલીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સફાઈ કર્મચારીની ધરપકડ કરી છે. ઘટનાને પગલે વાલીઓમાં રોષ છે, જેના દબાણમાં આવીને સ્કૂલ ટ્રસ્ટીએ આરોપીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો છે. વિદ્યાર્થીએ માતા-પિતાને જાણ કરતાં બોપલ પોલીસમાં ફરિયાદ, આરોપીની ધરપકડ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયો છે ત્રણ વર્ષથી કામ કરતો હતો અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી ન હતી. અચાનક ઘટના બની અને વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. - પરેશ રાવલ, ટ્રસ્ટી, સ્કૂલ કમિટી સોમવારે સ્કૂલમાં જઈ સમગ્ર પ્રકરણની તપાસ કરશે સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે સ્કૂલના સ્વીપરે શારીરિક અડપલા કર્યા હોવાની લેખિત ઈમેલ સ્વરુપે અમને રજૂઆત મળી છે. આ પ્રકરણની ગંભીરતાથી નોંધ લઈને તપાસ સોંપવા માટેનો નિર્ણય લીધો છે.કમિટી સોમવારે સ્કૂલમાં જઈને તપાસ કરશે. તે પછીથી હું આપને આ અંગે વિશેષમાં કહી શકીશ. - જે. કે. પટેલ, ડીપીઈઓ
    Click here to Read More
    Previous Article
    સપ્ટેમ્બર સુધી કાનપુર-લખનૌ વચ્ચે ટ્રેનો ડાયવર્ટ:ઓખા-ગોવાહાટી સહિત ચાર ટ્રેનના રૂટ બદલાયા
    Next Article
    સિટી એન્કર:સરકારી કોલેજના વિદ્યાર્થીઓએ વેસ્ટ કૂકિંગ ઓઇલમાંથી બાયોડીઝલ તૈયાર કર્યું: ઇંધણની અછત અને પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી થઈ શકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment