Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સપ્ટેમ્બર સુધી કાનપુર-લખનૌ વચ્ચે ટ્રેનો ડાયવર્ટ:ઓખા-ગોવાહાટી સહિત ચાર ટ્રેનના રૂટ બદલાયા

    3 days ago

    ઉત્તર રેલવેના લખનૌ સ્ટેશન પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી અને ઓએચઈ સંશોધન કાર્ય માટે રેલવે પ્રશાસન દ્વારા મોટો બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અને સૌરાષ્ટ્ર-કચ્છને જોડતી કેટલીક મહત્વની ટ્રેનોના રૂટ હંગામી ધોરણે બદલવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (DCM) સુનિલ કુમાર મીનાએ જણાવ્યું કે લખનૌ સ્ટેશને બ્લોકને કારણે ઓખા-ગોવાહાટી સહિત 4 ટ્રેનના રૂટ બદલાયા છે. મુસાફરોની સુવિધા અને સલામતી માટે આ ફેરફારો જૂન મહિનાના અંતથી લઈને સપ્ટેમ્બર 2026ના પ્રથમ પખવાડિયા સુધી લાગુ રહેશે. ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ તારીખ 26 જૂનથી 11 સપ્ટેમ્બર સુધી કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે ડાયવર્ટ કરાયેલા રૂટ કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી થઈને દોડશે. ગુવાહાટી-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ 29 જૂનથી 7 સપ્ટેમ્બર સુધી બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે. ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 27 જૂનથી 12 સપ્ટેમ્બર કાનપુર સેન્ટ્રલ-લખનૌ-બારાબંકીના બદલે કાનપુર સેન્ટ્રલ-એશબાગ-મલ્હોર-બારાબંકી અને કામાખ્યા-ગાંધીધામ સાપ્તાહિક 1 જુલાઈથી 9 સપ્ટેમ્બર બારાબંકી-લખનૌ-કાનપુર સેન્ટ્રલના બદલે રૂટ બારાબંકી-મલ્હોર-એશબાગ-કાનપુર સેન્ટ્રલ થઈને દોડશે.
    Click here to Read More
    Previous Article
    જોબ ઓરિએન્ટેડ,સ્પેસિફિક ક્ષેત્રોમાં પસંદગી વધી:ડિગ્રી એન્જિનીયરીંગમાં ‘કમ્પ્યુટર’નો ક્રેઝ, દર બીજા વિદ્યાર્થીની પહેલી પસંદ IT સેક્ટર, EC બીજા ક્રમે
    Next Article
    વિદ્યાર્થીને અડપલાં:ઘુમાની LDR ઈન્ટરનેશનલ સ્કૂલમાં સફાઈકર્મીએ વિદ્યાર્થીને અડપલાં કર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment