Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોબ ઓરિએન્ટેડ,સ્પેસિફિક ક્ષેત્રોમાં પસંદગી વધી:ડિગ્રી એન્જિનીયરીંગમાં ‘કમ્પ્યુટર’નો ક્રેઝ, દર બીજા વિદ્યાર્થીની પહેલી પસંદ IT સેક્ટર, EC બીજા ક્રમે

    3 days ago

    ડિગ્રી એન્જિનીયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થતાં જ કરિયર માર્કેટનો અસલી ટ્રેન્ડ સામે આવી ગયો છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ પરંપરાગત માનસિકતા છોડીને ગાડરિયા પ્રવાહમાં વહેવાના બદલે જોબ ઓરિએન્ટેડ અને સ્પેસિફિક ક્ષેત્રો તરફ સ્માર્ટ ચોઈસ કરી છે. ACPCના આંકડા દર્શાવે છે કે આજના ડિજિટલ યુગમાં પણ વિદ્યાર્થીઓ માટે ‘કમ્પ્યુટર જ કિંગ’ છે. પ્રથમ રાઉન્ડમાં કુલ ભરાયેલી 33,993 બેઠકોમાંથી અડધોઅડધ એટલે કે 15,283 બેઠકો માત્ર કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનીયરીંગમાં ભરાઈ છે, જે દર્શાવે છે કે એન્જિનીયરીંગમાં પ્રવેશ મેળવનાર દર બીજા વિદ્યાર્થીની પહેલી પસંદ આઈટી સેક્ટર છે. ટેક્સટાઇલ, માઇનિંગ અને ફાયર એન્ડ સેફ્ટી જેવી બ્રાન્ચોમાં મર્યાદિત બેઠકો હોવા છતાં 100% સીટો ફૂલ થઈ ગઈ છે. ગ્લોબલ માર્કેટમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે આવેલી તેજીની સીધી અસર ચોઈસ ફિલિંગમાં જોવા મળી છે. કમ્પ્યુટર પછી વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન (EC) બ્રાન્ચ પર સૌથી વધુ ભરોસો મૂક્યો છે, જેમાં 4131 બેઠકો ભરાઈ છે. જ્યારે એવરગ્રીન ગણાતી મિકેનિકલ એન્જિનીયરીંગ 3864 સીટો સાથે ત્રીજા ક્રમે રહી છે. સૌથી મોટો સરપ્રાઈઝ ટ્રેન્ડ ટકાવારીની દ્રષ્ટિએ જોવા મળ્યો છે. ટેક્સટાઇલ, માઇનિંગ, ફાયર એન્ડ સેફ્ટી અને બાયોટેકનોલોજી+કમ્પ્યુટરના કમ્બાઈન્ડ કોર્સમાં સીટો મર્યાદિત હોવા છતાં 100% એલોટમેન્ટ થઈ ગયું છે. આ સ્પેસિફિક ક્ષેત્રોમાં એક પણ સીટ ખાલી રહી નથી, જે સાબિત કરે છે કે વિદ્યાર્થીઓ હવે માત્ર ડિગ્રીના ટેગ પાછળ દોડવાને બદલે જ્યાં સો ટકા પ્લેસમેન્ટની ગેરંટી છે તેવા વિશિષ્ટ કરિયર ઓપ્શન તરફ વળ્યા છે. રાજ્યમાં ઈજનેરીની મુખ્ય બ્રાંચની પ્રવેશની સ્થિતિ ક્યાં કેટલા એડમિશન | સરકારી કોલેજમાં સીટો ફૂલ, ખાનગી યુનિ.માં ક્રેઝ, કોલેજોમાં ફાંફા
    Click here to Read More
    Previous Article
    મોબાઇલ અને પર્સ સાથી કર્મચારી પાસે મળતાં તેની પુછપરછ કરાશે:ગુમ થયાના બીજા દિવસે મવડીના યુવકની લાશ મળી, સાથી કર્મચારી શંકાના ઘેરામાં
    Next Article
    સપ્ટેમ્બર સુધી કાનપુર-લખનૌ વચ્ચે ટ્રેનો ડાયવર્ટ:ઓખા-ગોવાહાટી સહિત ચાર ટ્રેનના રૂટ બદલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment