Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમલગ્ન પછી પરણિતાને સાસરિયામાં ત્રાસ:પતિથી છુટકારો મેળવવા અભયમની મદદ લીધી, પિયર-સાસરીયામાં સંબંધ ન હોવાથી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય

    3 days ago

    વડોદરાની એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ તેના સાસરિયાવાળાઓ તરફથી સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ સામે આવી છે. ત્રાસની હદ વધતાં યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જવા નીકળી હતી. આ દરમિયાન સાસરિયાવાળાઓએ તેમની એક વર્ષની નાની દીકરીને કોર્ટમાં તલાકની કાર્યવાહી માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ દીકરી આપવાનો ઇન્કાર કર્યો હતો. યુવતીને ફેસબુકમાં દોસ્તી થઈને પ્રેમલગ્ન કર્યાં અભયમ ટીમે કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તેના માતા-પિતાએ પસંદ કરેલા છોકરા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ સાસરિયામાં હેરાનગતિને કારણે તે પિયર આવી ગઈ હતી. ત્યારબાદ ફેસબુક દ્વારા એક યુવક સાથે દોસ્તી વધી અને પ્રેમમાં પરિણમી. ઝઘડા કરી પતિ યુવતીને માર મારતો યુવતીએ માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પહેલા પતિ સારી રીતે કમાતો હતો અને ઘરની પરિસ્થિતિ સારી હતી, પરંતુ દીકરીના જન્મ પછી નાની-નાની વાતોમાં ઝઘડા અને મારપીટ વધી ગઈ હતી. છેલ્લા કેટલાક મહિનાથી આ પરિસ્થિતિ ચાલતી હતી. આખરે મહિલાએ અભયમ હેલ્પલાઈનની મદદ લીધી હતી. . અભયમની મદદથી યુવતીને સખી વન સ્ટોપમાં આશ્રય પીડિતાએ જણાવ્યું કે સાસરિયામાં પાછા જવું હોય તો તેમને રાખવામાં ના પાડવામાં આવે છે અને પિયરમાં પણ સંબંધો નથી. તેથી તેમને અસ્થાયી રહેઠાણની જરૂર છે. અભયમ ટીમે મહિલાને સમજાવી સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી આપી અને ત્યાં આશ્રય અપાવ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ શરુ કરી છે.
    Click here to Read More
    Previous Article
    14 હત્યારાઓને આજીવન કેદ, મુસ્લિમ-જજને હત્યાની ધમકી:કહ્યું- હિંદુ ભાઈઓને મુક્ત કરો, નહીં તો કત્લેઆમ થશે; મોબ લિંચિંગ કેસમાં સજા સંભળાવી હતી
    Next Article
    છોટા ઉદેપુરમાં કલેક્ટરે 24 કલાકમાં 33 વાહન જપ્ત કર્યા:ખનિજ માફિયાઓ પર તવાઈ, ટ્રેક્ટરચાલકોએ રસ્તા પર રેતી ઠાલવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment