Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યું:હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કરી ભાઈચારો દર્શાવ્યો

    11 hours ago

    વેરાવળમાં સમસ્ત મુસ્લિમ સેવા સમાજની અધ્યક્ષતામાં મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. આ પર્વ ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો છે, જે પયગંબર મોહમ્મદ સાહેબના નવાસા ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની શહાદતની યાદમાં મનાવવામાં આવે છે. મોહરમના શરૂઆતના દસ દિવસ શોક અને ગમગીનીના હોય છે. સમગ્ર વિશ્વમાં ઇમામ હુસૈન અને તેમના સાથીઓની યાદમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. સમસ્ત મુસ્લિમ સેવા સમાજની આગેવાની હેઠળ આ ઉજવણી કરવામાં આવી હતી. વેરાવળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 60થી વધુ તાજીયા બનાવવામાં આવ્યા હતા, જેનું જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જાલેશ્વર ખાતે ટાઢા કરવામાં આવ્યા હતા. જુલુસ દરમિયાન 'યા હુસૈન'ના નાદ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાનો સંદેશ જોવા મળ્યો હતો. હિન્દુ સમાજના પ્રમુખ અને ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા, લોહાણા સમાજના અગ્રણીઓ જયકરભાઈ ચોટાઈ, અશોકભાઈ ગદા, ડો. વિજય ચોટાઈ, નગરપાલિકા કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, તેમજ વેપારી એસોસિયેશનના અનીશભાઈ રાચ્છ, મુકેશભાઈ ચોલેરા, ગિરીશભાઈ પટ્ટ, કેશુભાઈ ભંભાણી, પંકિતભાઈ પટેલ, દીપકભાઈ તન્ના, ગોપાલભાઈ મેરવાણા, ભાવેશભાઈ વડુકર સહિત અનેક અગ્રણીઓએ તાજીયા જુલુસનું સ્વાગત કર્યું હતું. તેમણે મુસ્લિમ સમાજના આગેવાનોનું ફૂલહારથી સન્માન કરી ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે મુસ્લિમ સેવા સમાજના પટેલ અફઝલ પંજા, જાલેશ્વર સમાજના યુસુફ પટેલ, તાજીયા કમિટીના વ્યવસ્થાપક ઈકબાલ બાપુ, પટણી સમાજની કારોબારી વેલ્ફેર ટીમ અને મદદગાર ટીમે જહેમત ઉઠાવી હતી. ગીર સોમનાથ પોલીસ વિભાગના સહકાર બદલ મુસ્લિમ સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર:ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
    Next Article
    SMCની સમિતિઓની વરણીમાં ભારે ખેંચતાણ:હોદ્દા માટે ગાંધીનગર સુધી લોબિંગ, 30 જૂને પ્રદેશ નેતૃત્વની આખરી મહોર પર સૌની નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment