Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMCની સમિતિઓની વરણીમાં ભારે ખેંચતાણ:હોદ્દા માટે ગાંધીનગર સુધી લોબિંગ, 30 જૂને પ્રદેશ નેતૃત્વની આખરી મહોર પર સૌની નજર

    12 hours ago

    સુરત મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષોની વરણીને લઈને રાજકીય ઉત્તેજના ચરમસીમાએ પહોંચી ગઈ છે. આગામી 30 જૂનના રોજ યોજનારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આ સમિતિઓના હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત થવાની છે. અગાઉ મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન જેવા મુખ્ય પદાધિકારીઓની નિમણૂકમાં આંતરિક ખેંચતાણને કારણે ઘણો વિલંબ થયો હતો, જેમાં સ્થાનિક નેતાઓને બાજુ પર રાખીને પ્રદેશ નેતૃત્વની પસંદગી જ આખરી સાબિત થઈ હતી. હવે મુખ્ય વરણીના એક મહિના બાદ અન્ય સમિતિઓ માટે રાજકીય પારો ગરમાયો છે. સમિતિમાં અધ્યક્ષ બનવા ગાંધીનગર સુધી લોબિંગ 30 જૂનની સામાન્ય સભા બાકી રહી ગયેલા કોર્પોરેટરો માટે પ્રતિષ્ઠાની છેલ્લી તક હોવાથી દાવેદારોએ ગાંધીનગર સુધી ધામા નાખ્યા છે. મુખ્ય રેસમાંથી બાકાત રહી ગયેલા સિનિયર અને પાયાના કોર્પોરેટરો પક્ષ પ્રત્યેના પોતાના સમર્પણ અને રાજકીય વજનના આધારે પદ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક નવા ઉત્સાહી ચહેરાઓને તક આપવા માટે પણ આંતરિક લોબિંગ તેજ બન્યું છે. સ્થાનિક ભલામણોને મહત્વ મળશે? સામાન્ય સભા પહેલાં હજુ પણ અનેક રાજકીય સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ સમગ્ર પ્રક્રિયામાં મોટો સવાલ એ છે કે શું આ વખતે પણ પ્રદેશ નેતાગીરી જ પોતાની પસંદગીના નામો થોપશે અને સ્થાનિક સંગઠને બેકફૂટ પર રહેવું પડશે, કે પછી સ્થાનિક ભલામણોને મહત્વ મળશે? આ સવાલો વચ્ચે માત્ર ભાજપના કાર્યકરો જ નહીં, પણ સમગ્ર સુરત પાલિકાના રાજકીય અને વહીવટી વર્તુળોની નજર આ બેઠક પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યું:હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કરી ભાઈચારો દર્શાવ્યો
    Next Article
    સની પટેલનો મૃતદેહ વતન પહોંચતા ગામ હિબકે ચડ્યું:કતાર પ્લાન્ટ બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના યુવકની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા, માતા અને પત્ની સહિત પરિવારનું આક્રંદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment