Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર:ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

    9 hours ago

    હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી ગુજરાતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે 27 જૂન અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદામાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેથી સાગબારા દેડિયાપાડા વિસ્તારની જંગલ વિસ્તારની નદીઓમાં પૂર આવ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું છે અને આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.જોકે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી કોઈ ખાસ હવામાન એલર્ટ જાહેર કરવામાં આવી નથી. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છમાં વાતાવરણ સૂકું રહ્યું હતું. રાજ્યના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે. ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોધમાર વરસાદ નર્મદાના સાગબારા દેડિયાપાડા વિસ્તારમાં બે દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. ભારે વરસાદ પડતા જંગલ વિસ્તારની નદી ખાડીઓમાં પૂરની પરિસ્થિતિ હજુપણ યથાવત હોય આ પાણીના વહેણથી રસ્તાઓનું ધોવાણ થતા 108ને પણ ગામડા સુધી જવું મુશ્કેલ બની રહ્યું છે. ડેડિયાપાડાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં 108 ટીમે વરસાદ વચ્ચે માર્ગમાં આવતા પથ્થરો હટાવ્યા સાથે દર્દીને ઝોલીમાં લઈ જઈ એક જીવ બચાવ્યાની ઘટના સામે આવી છે. દર્દીને ઝોલીમાં લઈ જઈ જીવ બચાવ્યો ગત(26 જૂન) મોડી રાત્રિના નર્મદાના ડેડિયાપાડા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં સતત વરસી રહ્યો હતો. આવા વરસાદમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે ફોન આવ્યો હતો. ભારે વરસાદ અને કાદવભર્યા માર્ગોને કારણે 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ સુધી પહોંચી શકી નહોતી. આવી વિકટ પરિસ્થિતિમાં 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત અને ફરજનિષ્ઠા દાખવી દર્દીને ઝોલીમાં બેસાડી પગપાળા મુશ્કેલ રસ્તો પાર કરીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. ત્યાર બાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગાવમાં સૌથી વધુ 12 મિમી જેટલો હળવો વરસાદ નોંધાયો છે. તાપમાનની દૃષ્ટિએ છેલ્લા 24 કલાકમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી અને આગામી સાત દિવસ સુધી પણ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ આવવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉંમરગામ અને કચ્છના રાપર તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢના ભેંસાણ, મહીસાગરના ગોધર, વલસાડ અને નર્મદાના સાગબારા તાલુકામાં પણ છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. ચોમાસાની એન્ટ્રી બાદ પણ 54 તાલુકામાં હજુ વરસાદ નોંધાયો જ નથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી તો 4 દિવસ પહેલા 24 જૂને થઈ ચૂકી છે. પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. એટલે કે આજે 27 જૂન સુધીમાં રાજ્યના 54 તાલુકા એવા છે કે જ્યાં હજુ વરસાદ નોંધાયો જ નથી. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 177 તાલુકા એવા છે કે જ્યાં બે ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 28 તાલુકામાં બેથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે. ત્રણથી ચાર દિવસમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત તેમજ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં વધુ આગળ વધે તેવી અનુકૂળ પરિસ્થિતિ છે. આગામી સાત દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ અમદાવાદમાં ગઈકાલે(26 જૂન) મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્યમાં કોઈપણ પ્રકારની ભારે વરસાદની આગાહી જાહેર કરી નથી. સાઇક્લોનિક સર્ક્યુલેશન પંજાબ તરફ વળ્યું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં સેન્ટ્રલ પાકિસ્તાન અને તેની આસપાસના રાજસ્થાન પર રહેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન થોડું પંજાબ તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે મધ્ય પ્રદેશથી અરબી સમુદ્ર સુધીની ટ્રફ લાઈન હવે નીચે તરફ ખસીને મહારાષ્ટ્રની ઉપર સક્રિય છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને તેની આસપાસ સૌરાષ્ટ્ર પર 3.1 કિ.મી.થી 5.8 કિ.મી.ની ઊંચાઇ વચ્ચે એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તેમજ એક મોસમી ટ્રફ રાજસ્થાનથી ઓડિશા સુધી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ થઈને પસાર થઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રેશર ગ્રેડિયન્ટ બનેલું હોવાના કારણે 15થી 20 નોટ્સ અને ક્યારેક ઝાપટા સાથે 25 નોટ્સની ગતિએ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ શકે છે, પરંતુ માછીમારો માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી. કઈ તારીખે ક્યાં હશે વરસાદ? આ પણ વાંચો MP-ઝારખંડમાં વાવાઝોડા-વીજળી પડવાથી 16નાં મોત, મોન્સુને દેશના 22 રાજ્યોને આવરી લીધા દેશના 6 રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં પ્રી-મોન્સુન વરસાદ ચાલુ છે. જોકે, છ રાજ્યોમાં ભારે ગરમી પણ પડી રહી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં તાપમાન 42°C થી વધુ નોંધાયું હતું. મધ્ય પ્રદેશના બાલાઘાટમાં શુક્રવારે વીજળી પડવાથી 4 લોકોના મોત થયા, જ્યારે આઠ લોકો દાઝી ગયા. દેવાસમાં વાવાઝોડા-વરસાદને કારણે મકાનની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો, આ દુર્ઘટનામાં 2 મહિલાઓના મોત થયા. ઝારખંડમાં પણ વીજળી પડવાથી 10 અને છત્તીસગઢમાં બે લોકોના મોત થયા. ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે થયેલા ભારે વરસાદ બાદ વાદળ ફાટવા જેવી ઘટના બની, જેના કારણે શાળા, 8 મોટી ગાડીઓ, એમ્બ્યુલન્સ અને મકાનોમાં કાટમાળ ઘૂસી ગયો છે. મોન્સુને દેશના 22 રાજ્યોને આવરી લીધા છે. 5 જુલાઈ સુધીમાં બાકીના રાજ્યોને આવરી શકે છે. યુપીમાં મોન્સુન 8 દિવસ મોડો છે. તે સામાન્ય રીતે 20 જૂન સુધીમાં આવી જાય છે પરંતુ આ વખતે 15 દિવસથી બિહાર બોર્ડર પર અટક્યો છે. તે આગામી 2 દિવસમાં બિહાર બોર્ડરથી રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સોમવારે જેઠ પૂર્ણિમા અને સંત કબીર દાસ જયંતિ:ભગવાન વિષ્ણુ અને બાળ ગોપાલની પૂજાનું અનેરું મહત્ત્વ, હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠથી કષ્ટો દૂર થશે
    Next Article
    વેરાવળમાં મોહરમ પર્વ નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યું:હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કરી ભાઈચારો દર્શાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment